અમદાવાદ / વસ્ત્રાલમાં 52 ડુપ્લિકેટ RTO નંબર પ્લેટ સાથે બે ઝડપાયા, આરોપીઓ રૂ. 500થી 700માં નંબરપ્લેટ વેચતા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • રામોલ પોલીસે 52 નકલી નંબર પ્લેટ કબ્જે કરી

Divyabhaskar.com

Aug 17, 2019, 03:42 AM IST

અમદાવાદ: વસ્ત્રાલમાંથી 52 ડુપ્લિકેટ આરટીઓ નંબર પ્લેટ સાથે કિરણ ગલસર અને ભીખા ગજ્જરને રામોલ પોલીસે ઝડપી લીધા હતાં. હજુ ચાર લોકોની સંડોવણી હોવાનું જાણવા મળતા તપાસ ચાલુ છે.

રૂ. 18750ની કિંમતની નંબરપ્લેટ જપ્ત, અન્ય 4 આરોપીની સંડોવણી હોવાથી શોધખોળ શરૂ
પીએસઆઇ વી.બી.વાઘેલા તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે એવી બાતમી મળી હતી કે, એક વ્યક્તિ નૈયા પેરેડાઇઝ પાસેથી પસાર થઇ રહ્યો છે તેની પાસે ડુપ્લિકેટ આરટીઓની આઇ.એફ કોડ વગરની નંબર પ્લેટો છે. જેના આધારે પોલીસે નૈયા પેરેડાઇઝ પાસે ગાડી હંકારી 43 વર્ષીય આરોપી કિરણ ગલસર (રહે, વિજયનગર, સીટીએમ)ને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 42 ડુપ્લિકેટ નંબર પ્લેટ મળી આવી હતી. આરોપીની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ નંબર પ્લેટો પેઇન્ટર બી. ગજજર કાર એસેસરીઝની દુકાનમાં આપવા જાઉં છું. પોલીસે આરોપીને પેઇન્ટર બી ગજજર કાર એસેસરીઝની દુકાને લઇ ગઇ હતી. એ વખતે દુકાનમાં હાજર ભીખા ગજ્જરની તપાસ કરતાં વધુ 10 નંબર પ્લેટ મળી આ‌વી હતી. આથી પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીની રૂ.18,750ની કિંમતની ડુપ્લિકેટ નંબર પ્લેટ સાથે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી ગજજર રૂ.500થી રૂ.700માં આ નંબર પ્લેટો વેચતો
રામોલ પીઆઇ કે.એસ. દવે જણાવ્યું હતું કે, આરોપી ગજજર રૂ.500થી રૂ.700માં આ નંબર પ્લેટો વેચતો હતો. આ નંબર પ્લેટો ફેન્સી છે, આથી જેમણે પણ તેમના વાહન પર લગાવી છે તે નંબર પ્લેટ આઇ.એફ.કોડ વગરની છે. આ ગુનામાં હજુ 4 આરોપીની સંડોવણી બહાર આવતા તેમને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી