ખુલાસો / અમદાવાદમાં ખુલ્લેઆમ વેચાતો વિદેશી આલ્કોહોલિક બિઅર, કોલેજના યુવાનોમાં સૌથી વધુ ક્રેઝ

વાન પુર નોન આલ્કોહોલિક બિઅરમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું
વાન પુર નોન આલ્કોહોલિક બિઅરમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું

  • દિવ્ય ભાસ્કરે સરકારી લેબમાં કરાવેલા ટેસ્ટમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું
  • પીણા ઇમ્પોર્ટ કરાય છે પણ ભારતીય ઇમ્પોર્ટરનું નામ નહીં

Divyabhaskar.com

Jul 13, 2019, 02:12 AM IST

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પરમિટ સાથે દુકાનોમાં ખુલ્લેઆમ નોન આલ્કોહોલિક બિઅરના નામે આલ્કોહોલિક પીણું વેચાઈ રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં 6 જેટલી જગ્યા ઉપર આ દુકાનો ધમધમી રહી છે. નવાઈની વાત તો એ છે કે, આ દુકાનો પાસે આવા વિદેશી નૉન આલ્કોહોલિક પીણા વેચવા માટેના લાઈસન્સ પણ છે. આ તમામ પીણા પોલેન્ડ, નેધરલેન્ડ, હોલેન્ડ, સ્પેન જેવા દેશોમાંથી પુષ્કળ પ્રમાણમાં આયાત કરવામાં આવતા હોવાનું ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું હતું.

સેમ્પલ ટીન પરની વિગતો

  • વાન પુર નોન આલ્કોહોલિક બિઅર
  • આલ્કોહોલ: 0.5 ટકા
  • સરનામું: વાન પુર એસ.એ. યુઆઈ. Cybermetykl 7, 02-677 Warszawa- Poland
  • ઈમ્પોટર: નામ ઉલ્લેખ નથી

આલ્કોહોલ ધરાવતા પીણાં નોનઆલ્કોહોલના નામે વેચાય છે
ભાસ્કરની ટીમે દુકોનોમાં વેચાતા આ નોન આલ્કોહોલિક બિઅર સહિતના કેટલાક પીણાના સેમ્પલ એકત્ર કર્યા હતાં. આ તમામ સેમ્પલને રાજ્ય સરકારની લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતાં. તપાસમાં આલ્કોહોલનું પ્રમાણ મળ્યું હતું. અનેક વેપારીઓ બેરોકટોકપણે આલ્કોહોલ ધરાવતા પીણાં નોનઆલ્કોહોલના નામે વેચે છે. મહત્વનું છે કે, વિદેશથી ઇમ્પોર્ટ થતા આ પીણાના ટીન ઉપર ભારતના કોઈ ઈમ્પોટરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

યુવાનોમાં સૌથી વધુ આ પ્રકારના પીણાનો ક્રેઝ
દિવ્ય ભાસ્કરના ધ્યાને આવ્યું હતું કે, નોન આલ્કોહિલક બિઅરના નામે આલ્કોહોલિક બિઅરનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને કોલેજમાં ભણતા યુવાનો આ નોન આલ્કોહોલિક બિઅરનો ઉપયોગ કરતા હતા. આ પીણાના સેમ્પલ ગાંધીનગર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સુપરત કર્યા હતાં. જેમાં આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું હતું.

આ પીણા મિસ બ્રાન્ડેડ પ્રોડક્ટ: ડૉ. હેમંત કોશિયા
દિવ્ય ભાસ્કરના ધ્યાને આવ્યું હતું કે, નોન આલ્કોહોલિક બિઅરનાં નામે આલ્કોહોલિક બિઅરનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને કોલેજમાં ભણતા યુવાનો આ નોન આલ્કોહોલિક બિઅરનો ઉપયોગ કરતા હતા. આ પીણાના સેમ્પલ ગાંધીનગર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સુપરત કર્યા હતાં. જેમાં આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું હતું.

X
વાન પુર નોન આલ્કોહોલિક બિઅરમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યુંવાન પુર નોન આલ્કોહોલિક બિઅરમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી