અમદાવાદ / દિવ્યાંગ સેનાનો આરોપ, વસ્ત્રાપુર અંધજન મંડળમાં ભ્રષ્ટાચાર, કર્મચારીઓ ભેટ-સોગાદો ઘરે લઈ જાય છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Sep 12, 2019, 07:36 PM IST

અમદાવાદ: દિવ્યાંગ સેના દ્વારા વસ્ત્રાપુર અંધજન મંડળમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સંસ્થામાં દિવ્યાંગની જગ્યાએ નોર્મલ મણસોને નોકરીએ રાખવામાં આવે છે. જેને લઈ આજે દિવ્યાંગ સેના દ્વારા અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યું હતું. ભ્રષ્ટાચારને લઈ 15થી 20 દિવસમાં એક તપાસ કમિટીની રચના કરવામાં આવે અને ન્યાયિક તપાસ અને ઓડિટ કરવામાં આવે. જો કમિટીની રચના નહીં કરવામાં આવે તો કોઈ પણ એક દિવ્યાંગ આત્મવિલોપન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

આ અંગે દિવ્યાંગ સેનાનાએ આક્ષેપો કર્યા છે કે સંસ્થામાં ભેટમાં આવતી વસ્તુઓ અને સોગાદો કર્મચારીઓ ઘરે લઈ જાય છે અને દિવ્યાંગો પાસેથી પૈસા લઈ સંસ્થામાંથી વસ્તુઓ આપવામાં આવે છે. આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અંધજન મંડળમાં 50 થી વધુ રિટાયડ કર્મચારીઓ છે.જેને ગવર્મેન્ટ પણ પેન્શન આપે છે અને સંસ્થા પણ પગાર આપે છે..ફોરેન થી જે ફંડ આવે છે તેનો દુરઉપયોગ સંસ્થામાં થઈ રહ્યો છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અંધજન મંડળમાં ચાલતી કેન્ટીનમાં કર્મચારીઓ ચા નાસ્તો જમવાનું મફત લઈ શકે છે પરંતુ દિવ્યાંગ જાય ત્યારે તેઓને ડાયરેકટરની મંજૂરી લેવી પડે છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી