અમદાવાદ / ડિસ્કવરી દૂર્ઘટનાના 5 મહિના પછી જૂની શરતોએ જ કાંકરિયામાં ફરી રાઈડ શરૂ થશે

Discovery ride will resume in Kankaria only 5 months after the accident

  • R&B-પોલીસ ખાતાએ તમામ રાઈડની ચકાસણી કરી
  • 14 જુલાઈની દુર્ઘટનામાં બેનાં મોત પછી બધી રાઈડ બંધ કરાઈ હતી
  • બેના મોત બાદ પણ જૂની પદ્ધતિ અને શરતોએ જ રાઈડ ફરી શરૂ થશે !

Divyabhaskar.com

Nov 11, 2019, 11:56 AM IST
અમદાવાદ: કાંકરિયામાં બંધ કરાયેલી તમામ રાઇડ્સ ફરી શરૂ કરવા કવાયત શરૂ થઇ છે. મુખ્ય આકર્ષણ ગણાતી ટ્રોય ટ્રેન, બલૂન અને અન્ય તમામ રાઇડ શરૂ કરવા માટે આરએન્ડબી વિભાગ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ અને પોલીસે રાઇડની ચકાસણી પણ શરૂ કરી છે. ડિસ્કવરી દુર્ઘટનાના 5 મહિના પછી પણ સરકારે રાઈડ શરૂ કરવા માટે કોઈ નવી નીતિ ન ઘડી હોવાથી જૂની પદ્ધતિ અને શરતોએ જ રાઈડ ફરી શરૂ થશે તેમ લાગે છે.

રાઈડ ફરીથી શરૂ કરવા માટે અરજી
14 જુલાઇએ કાંકરિયા આમ્રપાલી એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ડિસ્કવરી રાઈડ તૂટી પડતાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે 6 વ્યક્તિને ઈજા થઈ હતી. આ દુર્ઘટના પછી રાજ્ય સરકારે એક પરિપત્ર કરી રાજ્યભરની તમામ રાઇડને બંધ કરવા આદેશ આપ્યો હતો. રાઇડ અંગે નવેસરથી નીતિ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. દરમ્યાન 5 મહિના બાદ તે જૂના તમામ નિયમો સાથે આ રાઇડ ફરીથી શરૂ કરવા માટે આર એન્ડ બી અને પોલીસને લાઈસન્સ માટે અરજી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી આરએન્ડબી કર્મચારીઓ તેમજ પોલીસે રાઇડના સ્થળની મુલાકાત લઇ રાઇડની ચકાસણી કરી છે. તે ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગના અધિકારીઓએ પણ રાઈડની ચકાસણી કરી છે.
આ છે પ્રક્રિયા: પોલીસ મંજૂરી આપે પછી લાઈસન્સ ઈશ્યૂ થઈ શકે છે
રાઇડ શરૂ કરવા માટે આર એન્ડ બી (રોડ એન્ડ બિલ્ડિંગ) વિભાગને અરજી કરવામાં આવે છે. જે અરજી પ્રમાણે ચકાસણી કરીને અરજી પોલીસને મોકલી આપે છે. પોલીસ દ્વારા ચકાસણી કરાયા બાદ આ રાઇડ ચલાવવા માટે લાઈસન્સ આપવામાં આવે છે.
તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરાયા
રાઇડ ચાલુ કરવા માટે જરૂરી તમામ દસ્તાવેજો લાઈસન્સ અરજી ફોર્મ સાથે જોડવામાં આવ્યા છે. ખાસ કરીને આ તમામ રાઇડ્સ યોગ્ય હોવાનું ઇજનેરનું સર્ટિફિકેટ પણ રજૂ કરાયું છે.
5 મહિના છતાં નવી નીતિ ન બનાવાઈ
સરકારે 5 મહિના પહેલાં બનેલી દુર્ઘટના છતાં રાઈડ અંગે નવી નીતિ બનાવી નથી. જો કે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઇ પણ પગલાં ભરવામાં આવ્યાં નથી. ત્યારે જૂની પદ્ધતિ અને શરતો પ્રમાણે જ અરજી કરીને રાઇડ્સ શરૂ કરવાના પ્રયાસો શરૂ કરાયા છે.
X
Discovery ride will resume in Kankaria only 5 months after the accident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી