રોગચાળો / ચોમાસું લંબાતા ડેન્ગ્યુના કેસમાં વધારો, જામનગરમાં મૃત્યુઆંક 10, રાજકોટ DDOને વાઈરલ ફિવર

રોગચાળા વકર્યા બાગ મનપા દ્વારા ફોગિંગ
રોગચાળા વકર્યા બાગ મનપા દ્વારા ફોગિંગ

  • રાજકોટમાં ડેન્ગ્યુના વધુ 8 કેસ પોઝિટિવ આવ્યા
  • અમદાવાદમાં મેડિકલની વિદ્યાર્થિની સહિત 4ના મોત

Divyabhaskar.com

Oct 12, 2019, 01:35 PM IST

અમદાવાદ-રાજકોટ: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું લંબાતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યુથી મેડિકલની વિદ્યાર્થિની સહિત કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સૌથી વધુ જામનગરમાં ડેન્ગ્યથી મૃત્યુઆંક 10 પહોંચી ગયો છે. તો રાજકોટના DDOને વાઈરલ ફિવર હોવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રાજકોટ ડીડીઓને વાઈરલ ફીવર થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયાને વાઈરલ ફીવર લાગુ પડતા હોસ્પિટલમાં દાખલ કરી સારવાર ચાલુ કરી દેવાઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર ડીડીઓની બે દિવસથી તબિયત ખરાબ હતી અને વાઈરલ ફીવર હોવાનું ધ્યાને આવતા આરામ કરવાની સલાહ અપાઈ હતી જેથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ડેન્ગ્યુની શંકાએ તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પણ ડેન્ગ્યુ નેગેટિવ આવ્યો છે.

રાજકોટમાં ચાલુ સિઝનમાં 300થી વધુ કેસ
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ બાદ હવે ડેન્ગ્યુ સહિતનો રોગચાળો વકર્યો છે. તાવ, સર્દી, ઉધરસ, સહિતના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે મનપાના અધિકારીઓ ફોગિંગ કરી રહ્યાં છે. રાજકોટમાં ચાલુ સિઝનમાં 300થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ત્યારે શુક્રવારે વધુ 8 લોકોનો રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે. જે લોકોને તાવ આવતો હોય તે 104 પર ફોન કરી પોતાની સમસ્યા જણાવે તો મનપાની ટીમ ઘરે આવી જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડશે. રજાના દિવસોમાં પણ મલેરિયા વિભાગ કામગીરી કરશે અને ખાસ સાંજના સમયે ફોગિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં ડેન્ગ્યુ વકર્યો, યુવતીનું મોત

જામનગર પંથકમાં ડેન્ગ્યુને ડામવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યુ છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યૂએ 9નો ભોગ લીધો હતો. ત્યારે ગુરુવારે શહેરના મધુરમ સોસાયટીમાં રહેતા મનીષાબેન (ઉ.વ.22) નામની યુવતિને ડેન્ગ્યૂ પોઝિટીવ થતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં ડેન્ગ્યૂથી મૃત્યુઆંક 10એ પહોંચી ગયો છે. રાજ્યની આરોગ્યની ટીમો જામનગરમાં હોવા છતા કોઇ અસરકારક કામગીરી થઇ રહી નથી.

ડેન્ગ્યુ અટકાયતી માટે વન ડે થ્રી વોર્ડ ફોગિંગ અભિયાન
શહેરમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થતો હોવાથી તેને અટકાવવા માટે મહાનગરપાલિકાએ વન ડે થ્રી વોર્ડ ફોગિંગ અભિયાનનું આયોજન કર્યું છે. જેમાં એક દિવસમાં ત્રણ વોર્ડમાં ફોગિંગ કરવામાં આવશે. મનપા ખાસ એવા વિસ્તારમાં ફોગિંગ કરશે જે વિસ્તારમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા હોય. 12 ઓક્ટોબરથી આ અભિયાનની શરૂઆત થશે. અભિયાનની સાથે સાથે શાળા-કોલેજોમાં મચ્છર ઉત્પત્તિ અંગે ચેકિંગ કરવામાં આવશે.

X
રોગચાળા વકર્યા બાગ મનપા દ્વારા ફોગિંગરોગચાળા વકર્યા બાગ મનપા દ્વારા ફોગિંગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી