પ્રેમ પ્રકરણ / IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસની નોટિસ, 21 ઓગસ્ટે હાજર રહેવા આદેશ કર્યો

Delhi Police Notice to IAS Gaurav Dahiya

  • લીનુસિંહે માલવીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નોટિસ આપી
  • પોલીસ સમક્ષ હાજર ન થતા ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

Divyabhaskar.com

Aug 16, 2019, 11:37 AM IST

અમદાવાદ-દિલ્હી: IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ મામલે દિલ્હીની માલવીયા પોલીસે દહિયાને નોટિસ આપી 21 ઓગસ્ટે હાજર રહેવા આદેશ કર્યો છે. પોલીસને નિવેદન અને તપાસમાં સાથ ન આપતા પોલીસે દહિયાને નોટિસ આપી છે. લીનુુસિંહે માલવીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે દહિયાને હાજર થવા માટેની નોટિસ ફટકારી છે.

IAS દહિયાને સસ્પેન્ડ કરાયા
કથિત પ્રેમ પ્રકરણને લઈ વિવાદમાં આવેલા ગુજરાતના IAS ગૌરવ દહિયાને તપાસ સમિતિએ સરકારને સોંપેલા અહેવાલ અને યુપીએસસીની મંજૂરી લીધા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નાણાંકીય ગેરશિસ્ત હેઠળના પગલાં લેવાશે
સસ્પેન્શન બાદ પણ હજુ દહિયાને માથે કાર્યવાહી તોળાઈ રહી છે. સામાન્ય વહીવટ વિભાગે સમિતિની ભલામણોને આધારે રજૂ કરેલાં તારણોમાં દહિયાને નોકરીમાંથી બરતરફ કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરાય તેવી પૂરી શક્યતા છે. જોકે હજુ અન્ય પુરાવાઓની ચકાસણી અને પોલીસ તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ નિર્ણય આખરી કરવામાં આવશે. આ ઉપરાંત નાણાકીય ગેરશિસ્ત હેઠળના પગલાં લેવા માટે પણ સામાન્ય વહીવટ વિભાગ પ્રક્રિયા હાથ ધરશે.

મહિલા આયોગ પણ દહિયાને બોલાવશે
પોલીસ સમક્ષ હાજર થવામાં ઠાગાઠૈયા કરનાર આઈએએસ અધિકારી ગૌરવ દહિયા એક તપાસમાંથી બહાર આવે તે પહેલા જ મહિલા આયોગે પણ તેમનું નિવેદન લેવાનું નક્કી કર્યું છે. દહિયાને હાજર થવા માટે ગુજરાત મહિલા આયોગે તાકીદ કરી છે. મહિલા આયોગ પણ ગૌરવ દહિયાનું નિવેદન લેશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગૌરવ દહિયા સામે આક્ષેપ કરનાર લીનુસિંહનું નિવેદન લેવાનું પણ મહિલા આયોગે નક્કી કર્યું છે. આથી લીનુસિંહનું પણ નિવેદન લેવાશે.

X
Delhi Police Notice to IAS Gaurav Dahiya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી