ગુજરાત / વૃદ્ધના વેશમાં અમેરિકા જવાનો પ્રયાસ કરતાં ઝડપાયેલ જયેશ પટેલને દિલ્હી પોલીસ અમદાવાદ લઇ આવી

Delhi Police  brought to Jayesh Patel at Ahmedabad

  • 81 વર્ષના વૃદ્ધના પાસપોર્ટ પર અમેરિકા જવાનો પ્રયાસ કર્યો હતો

Divyabhaskar.com

Sep 12, 2019, 09:57 PM IST

અમદાવાદ: દિલ્લી ઈન્દિરા એરપોર્ટ પર 81 વર્ષના વૃદ્ધના પાસપોર્ટ પર અમેરિકા જવાનો પ્રયાસ કરતાં ઝડપાયેલા અમદાવાદના યુવક જયેશ પટેલને લઈને વધુ તપાસ માટે દિલ્હી પોલીસ અમદાવાદ લઈ આવી છે. આરોપી જયેશ પટેલે પોતે વૃદ્ધનો વેશ ધારણ કર્યો હતો પરંતુ એરપોર્ટ પર ચામડી જોઈને ઈન્સ્પેક્ટરને શંકા ગઈ હતી અને તેમાં તે ઝડપાઇ ગયો હતો. પાસપોર્ટ બનાવતા દલાલે તેને 81 વર્ષની વ્યક્તિનો અસલી પાસપોર્ટ આપ્યો હતો. આરોપી જયેશ પટેલને દિલ્હી પોલીસ અમદાવાદ પોલીસની મદદ લઇને નકલી પાસપોર્ટ બનાવનારને પકડશે.

જયેશ પટેલ વૃદ્ધ જેવો હુલિયો બનાવીને વિદેશ જવાની કોશિશ કરતો હતો
ચાર દિવસ પહેલા રાતે દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ ટર્મિનલ-3 માં 81 વર્ષના વૃદ્ધ વ્હિલચેરમાં આવ્યા હતા. તેમને 11 વાગ્યે ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં સવાર થવાની જ હતી ત્યારે સિક્યોરિટી ઈન્સ્પેક્ટરે તેને મેટલ ડિટેક્ટર ક્રોસ કરવાનું કહ્યું હતું, પરંતુ તે ચાલવાનું તો દૂર, સીધો ઊભો પણ નહોતો રહી શકતો. બાદમાં વાતચીતમાં તેણે અવાજ ભારે રાખવાનો પ્રયાસ કર્યો અને છેવટે તે નજર બચાવવા લાગ્યો. આ દરમિયાન તેની ચામડી જોઈને ઈન્સ્પેક્ટરને શંકા ગઈ, કારણ કે આટલા વૃદ્ધ માણસની ચામડી યુવાન જેવી હતી એટલે તેનો પાસપોર્ટ તપાસવામાં આવ્યો, પરંતુ તેમાં બધું બરાબર હતું. પાસપોર્ટમાં તેનું નામ અમ‌િરકસિંહ અને જન્મ તારીખ 1 ફેબ્રુઆરી, 1983 હતી. કડકાઇથી પૂછપરછ કરતાં પોતાનું સાચું નામ જયેશ પટેલ અને 31 વર્ષીય હોવાનું કહ્યું હતું. ઇન્સ્પેકટરે તેમને ઈમિગ્રેશન અધિકારીઓના હવાલે કરી દેવાયો હતો. આરોપીજયેશ પટેલ કોઈ પણ રીતે અમેરિકા જવા ઈચ્છતો હતો. આ માટે એક દલાલે તેને 81 વર્ષની વ્યક્તિનો અસલી પાસપોર્ટ આપ્યો હતો, જેના પર વિઝાના સિક્કા હતા. પાસપોર્ટમાં વૃદ્ધના ફોટાના આધારે જયેશ બિલકુલ તેમના જેવો હુલિયો બનાવીને એરપોર્ટ પહોંચ્યો હતો. ગઈકાલે દિલ્હી પોલીસ અમદાવાદ આવી છે. જયેશને બોગસ પાસપોર્ટ બનાવી આપનાર વ્યક્તિની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસ અમદાવાદ પોલીસની મદદ લેશે.

X
Delhi Police  brought to Jayesh Patel at Ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી