તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Crime Branch Team Brought Back Rain And Shivam From Chandigarh, Both Missing For A Long Time

અઠવાડીયાથી ગુમ વૃષ્ટિ અને શિવમને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચંદીગઢથી પાછા લાવી, એરપોર્ટ પર બંનેના વાલીએ આવકાર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને શોધી કાઢ્યા હતા
  • અભિનેત્રી સોહા અલી ખાને ટ્વિટ કરીને વૃષ્ટિની શોધવા માટે અપીલ કરી હતી

અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાંથી લગભગ એક સપ્તાહ પહેલા ગાયબ થયેલી વૃષ્ટિ જસુભાઈ અને શિવમ પટેલને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં લઈ આવી છે.  એક અઠવાડિયા સુધી સતત શોધખોળ બાદ ક્રાઈમ બ્રાન્ચે બંનેને ઉત્તર ભારતના એક સ્થળેથી શોધી કાઢ્યા હતા. ચંદીગઢથી બંનેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી જતી. જ્યાં બંનેના વાલીઓએ બંનેને આવકાર્યા હતા. એરપોર્ટથી બંનેને ક્રાઈમ બ્રાન્ચ ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે,  અભિનેત્રી સોહા અલી ખાનની ટ્વિટ બાદ વૃષ્ટિના ગુમ થવા બાબતે ખૂબ હોબાળો મચ્યો હતો.  તેના લોકેશન પણ અલગ-અલગ જગ્યાએથી મળવાની વિગતોને લીધે આ કેસમાં ઘણો ગૂંચવાડો ઊભો થયો હતો.

શિવમ અને વૃષ્ટિના મામલે ખુલાસો
ક્રાઈમ બ્રાન્ચના જેસીપી અજય તોમરે જણાવ્યું હતું કે, બંને જણા સાથે રહેવા માંગતા હતા. જેથી તેઓએ ઈન્ટરનેટ ઉપર જગ્યાઓ શોધી હતી. જેમાં હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં આવેલા કસોલ વિસ્તારમાં રહેવાનું તેઓએ પસંદ કર્યું હતું. બંને અમદાવાદથી નીકળી ટ્રેન મારફતે દિલ્હી ગયા હતા અને ત્યાંથી તેઓ બસ મારફતે કુલ્લુ થઈ અને કસોલમાં રહેતા હતા. બંને ઘરેથી ઓછા પૈસા લઈને નીકળ્યા હતા. તેમની પાસે પૈસા ખૂટતા તેઓ સારા પેઇન્ટ આર્ટિસ્ટ હોવાથી ત્યાં નાના મોટા પેઇન્ટિંગ કરી અને પૈસા મેળવ્યા હતા. કસોલએ ટ્રેકિંગની જગ્યા છે. જેથી તેઓ અલગ અલગ કેમ્પ સાઈટમાં ત્યાં રહેતા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો