‘વાયુ’ અસર / અમદાવાદમાં છૂટાછવાયાં ઝાપટાં, 18 વર્ષ પછી જૂનમાં 36 ડિગ્રી તાપમાન

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • છેલ્લે જૂન 2001માં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું, 17 જૂન સુધી ગરમીનો પારો 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા
  • વાયુ વાવાઝોડાની અસરથી 24 કલાકમાં જ તાપમાનમાં 7.1 ડિગ્રીનો ઘટાડો, સાંજ પછી 33 કિમીની ઝડપે પવન ફૂંકાયો

Divyabhaskar.com

Jun 14, 2019, 07:39 AM IST

અમદાવાદ: વાવાઝોડા વાયુની અસરથી શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયાં ઝાપટાં પડ્યા હતા. ગુરુવારે અમદાવાદમાં એક જ દિવસમાં ગરમીનો પારો 7.1 ડિગ્રી ગગડીને 35.6 ડિગ્રી થયો હતો. છેલ્લે 18 વર્ષ પહેલા 2001માં જૂનમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. સાંજે વાતાવરણમાં પલટો આવ્યા પછી શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાં પડતાં આકરી ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ બફારાનું પ્રમાણ વિશેષ હતું.17 જૂન સુધી અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, વાયુ વાવાઝોડાની અસરથી અમદાવાદમાં દિવસ દરમિયાન ઘૂપછાંવનું વાતાવરણ રહ્યું હતું. પરંતુ, સાંજે 5.30 કલાક બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ 33 કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો હતો. જેને કારણે અમદાવાદમાં ગરમીનો પારો 7.1 ડિગ્રી ગગડીને 35.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 5 ડિગ્રી ગગડીને 26.6 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં 17મી જૂન સુધી વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે. શહેરમાં સવારે અને સાંજે 5.30 પછી એસજી હાઈવે, ગોતા, આશ્રમ રોડ, કોટ વિસ્તાર, સેટેલાઈટ, રાણીપ, ચાંદખેડા, ઘાટલોડિયા, ગુરુકુળ, જીવરાજપાર્ક, વેજલપુર, સત્તાધાર જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડતા લોકોને ગરમીમાંથી કંઈકઅંશે થોડી ઘણી રાહત મળી હતી.

છેલ્લે 54 દિવસ પહેલા 19 એપ્રિલે 36.6 ડિગ્રી નોંધાઈ હતી
છેલ્લે 54 દિવસ પહેલાં એટલે કે 19 એપ્રિલે તાપમાનનો પારો 36.6 ડિગ્રી હતો. પોણા બે મહિના બાદ ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 7.1 ડિગ્રી ગગડીને 35.6 ડિગ્રી નોંધાયું હતું. આ વર્ષે અમદાવાદમાં 18 એપ્રિલ 2019નાં રોજ ગરમીનો પારો 34.4 અને 19 એપ્રિલ 2019નાં રોજ 36.6 નોંધાયો હતો.

24 કલાક પહેલા 42.7 ડિગ્રી હતી
અમદાવાદમાં બુધવારે ગરમીનો પારો 42.7 ડિગ્રી નોંધાયો હતો. પરંતુ, વાવાઝોડાની અસરથી ગુરુવારે દિવસ દરમિયાન ધૂપછાંવનું વાતાવરણ રહેતાં બુધવાર કરતાં ગરમીનો પારો 7.1 ડિગ્રીને 35.6 ડિગ્રી નોંધાયો હતો.

તીવ્ર પવનથી ત્રણ ઝાડ ધરાશાયી
વાયુ વાવાઝોડાની અસરને લીધે સાંજ પછી અમદાવાદમાં સરેરાશ કલાકના 33 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. સૂસવાટાભેર પવનને કારણે થલતેજ એકલવ્ય સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પાસે, શિવરંજની બ્રિજ પાસે અને નિકોલમાં એક-એક ઝાડ ધરાશાયી થયા હતાં. હાથીજણમાં એક મકાનનું છાપરું ઊડ્યું હતું.

ક્યાં કેટલું તાપમાન
અમદાવાદ - 35.6
નલિયા - 38.6
ગાંધીનગર - 37.3
વિદ્યાનગર - 37.1
વડોદરા - 36.6
કંડલા એ. - 36.5

શુક્રવારે પણ વાતાવરણ વાદળિયું રહેવા સાથે કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાં પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી