અમદાવાદ / BRTS બસે એક્ટિવાને ટક્કર મારતા બાળકને સ્કૂલે મુકવા જતી મહિલાના ઈજાગ્રસ્ત, લોકોએ બસો રોકી

BRTS bus accident with activa near dharnidhar than woman injured in ahmedabad

  • મહિલાના સોસાયટીના લોકો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા
  • પાલડી પોલીસ અને બીઆરટીએસના અધિકારી ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

Divyabhaskar.com

Sep 13, 2019, 09:42 AM IST

અમદાવાદ: ધરણીધર દેરાસર પાસે બીઆરટીએસ બસે સ્કૂલે બાળકને મુકવા જતી મહિલા એક્ટિવાચાલકને ટક્કર મારી હતી. ટક્કર વાગતા મહિલા નીચે પટકાઈ હતી અને તે ઈજાગ્રસ્ત થઈ હતી. આ બાબતે મહિલાના સોસાયટીના લોકો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બીઆરટીએસ બસો રોકી દીધી હતી.
પોલીસે મામલો થાળે પાડ્યો
લોકોએ 15 જેટલી બીઆરટીએસ બસ રોકી દીધી હતી. ઘટનાને પગલે પાલડી પોલીસ અને બીઆરટીએસના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોની માંગ હતી કે આ જગ્યાએ બમ્પ બનાવવામાં આવે જેથી અકસ્માત ન થાય. આશરે દોઢ કલાક સુધી બીઆરટીએસ રોકી દેવામાં આવી હતી.

X
BRTS bus accident with activa near dharnidhar than woman injured in ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી