અમદાવાદ / અસારવાના ભાજપના કોર્પોરેટર સુમન રાજપૂત પર હુમલો, સિવિલ હોસ્પિટલ ખસેડાયા

અસારવાના ભાજપના કોર્પોરેટર સુમનબેન રાજપુતની ફાઈલ તસવીર
અસારવાના ભાજપના કોર્પોરેટર સુમનબેન રાજપુતની ફાઈલ તસવીર

  • ભાજપના અન્ય કોર્પોરેટરો પણ હોસ્પિટલ દોડી ગયા હતા

Divyabhaskar.com

Sep 13, 2019, 11:55 PM IST

અમદાવાદ: અસારવા વોર્ડની મહિલા કોર્પોરેટર હોળી ચકલા પાસે આવેલી તાડની ચાલીમાંથી એક્ટિવા લઈને પસાર થતાં હતાં ત્યારે એક નશાખોર યુવકે તેમનાં વાળ પકડી ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસે યુવકની ધરપકડ કરી છે.

કિસન પટ્ટણી નામનો હુમલાખોર નશાની હાલતમાં હતો
અસારવામાં તાડની ચાલીમાં પથ્થર નાખવાનું કામ ચાલે છે. આ કામ જોવા માટે મહિલા કોર્પોરેટર સુમન રાજપૂત બપોરે 1.15 વાગ્યે ત્યાંથી એક્ટિવા લઈને પસાર થતાં હતા. દરમિયાન કિસન પટ્ટણી નામના હુમલાખોરે નશાની હાલતમાં તેમને એક્ટિવા પરથી નીચે પાડ્યાં હતાં અને વાળ ખેંચી ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઘટનામાં ઈજા થતાં સુમનબેનને સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે કિસનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

X
અસારવાના ભાજપના કોર્પોરેટર સુમનબેન રાજપુતની ફાઈલ તસવીરઅસારવાના ભાજપના કોર્પોરેટર સુમનબેન રાજપુતની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી