અમદાવાદ / AMCના ડમ્પરે કાંકરિયા પાસે એક્ટિવાને ટક્કર મારી, મહિલા પ્રોફેસરનું ઘટના સ્થળે મોત

  • ડમ્પરના ચાલકને પોલીસે ઘટના સ્થળે જ અટકાયત કરી હતી
  • અકસ્માતમાં કેકે શાસ્ત્રી કોલેજના આરતીબેન ઝવેરીનું ઘટના સ્થળે મોત

Divyabhaskar.com

Oct 12, 2019, 06:02 AM IST

અમદાવાદ: મણીનગરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટિવાચાલક મહિલા પ્રોફેસરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ડમ્પરના ચાલકની અટકાયત કરી હતી.

કાંકરિયા ઉજાણી ગૃહ પાસે એએમસીના ડમ્પરે કેકે શાસ્ત્રી કોલેજના મહિલા પ્રોફેસર આરતીબેન ઝવેરી (ઉ.વ.34)ના એક્ટિવાને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું.

અકસ્માતને પગલે પોલીસની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
એક મહિનામાં ડમ્પરની અડફેટે ત્રીજું મોત
છેલ્લા 1 મહિનામાં મ્યુનિ.ના ડમ્પરની અડફેટે 3 વ્યકિતનાં મોત થયાં છે. સામાજિક કાર્યકર હર્ષદ પટેલે માંગણી કરી છે કે, ડમ્પરોના ડ્રાઈવરોનું બેફામ ડ્રાઇવિંગ લોકો માટે જોખમરૂપ છે. આ બાબતે ડમ્પરના શહેરમાં પ્રવેશવા માટે સમય નકકી કરવો જોઈએ અને બેફામ ડ્રાઈવરો સામે કડક પગલાં લેવાં જોઈએ જેથી નિર્દોષ નાગરિકોના જીવ જાય નહીં.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી