અમદાવાદ / SVP હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરને લાકડીથી ફટકાર્યો, મારામારી CCTVમાં કેદ

સીસીટીવીનો સ્ક્રિન શોટ

  • બાઉન્સરોએ સંબંધી પાસે પાસ માંગતા દર્દીના સગાએ મારામારી કરી
  • CCTVનો માત્ર સ્વજન દ્વારા હુમલો થયો તે ભાગ ક્યાંથી લીક થયો?

Divyabhaskar.com

Aug 16, 2019, 06:12 PM IST

અમદાવાદઃ 750 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ બનાવવામાં આવી છે. આજે હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરો સાથે મારામારી કરી હતી. દર્દી પાસે બેથી વધુ સગાને રહેવા દેવામાં આવતા નથી. જેને કારણે બાઉન્સરોએ સંબંધી પાસે પાસ માંગતા દર્દીના સગાએ મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં દર્દીના સગા બાઉન્સરને લાકડી મારતા જોવા મળે છે. આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની ડાયરીમાં માત્ર નોંધ કરવામાં આવી છે.

એક દર્દી સાથે એક જ સ્વજનને જવાનું હોય છેઃ સિક્યુરિટી મેનેજર
આ મામલે SVP હોસ્પિટલના સિક્યુરિટી મેનેજર વિપિનસિંહ રાજપૂતે જણાવ્યું કે, દર્દીના 3-4 સ્વજન ખોટી રીતે પ્રવેશ્યા હતા.
એક દર્દી સાથે એક જ સ્વજનને જવાનું હોય છે. ખોટી રીતે પ્રવેશનાર સ્વજનોને શોધીને બહાર લાવ્યા હતા.તેમને બહાર આવ્યા બાદ પોતે બાઉન્સર હોવાથી રુઆબ બતાવી અપશબ્દો બોલી સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો.

સ્વજન દ્વારા જ હુમલાના CCTVનો ભાગ ક્યાંથી લીક થયો તે અંગે સિક્યુરિટી મેનેજર મૌન

CCTVનો માત્ર સ્વજન દ્વારા હુમલો થયો તે ભાગ ક્યાંથી લીક થયો છે. તે અંગે મેનેજર જવાબ આપી શક્યા નથી.CCTV રૂમમાં પણ સિક્યુરિટી હાજર હોય છે, આમ છતાં વીડિયો કેવી રીતે લીક થયો તેની જાણ નથી. અન્ય મામલાઓમાં બહાનુ આપી ના બોલતા સિક્યુરિટી મેનેજર આજે કેમેરા સામે કેમ બોલી રહ્યા છે, કોની પરવાનગીથી બોલી રહ્યા છે, તે મામલે પણ મૌન છે. જે સ્થળે સિક્યુરી મેનેજર પોતાનો પક્ષ મૂકી રહ્યા હતા, અગાઉ ત્યાં જ મીડિયાને ઇન્ટરવ્યૂ માટે અટકાવવવામાં આવતું હતું. આજે કેમ કોઈ અટકાવતું નથી. તેના પર પણ મેનેજરે મૌન સેવ્યું છે. SVP હોસ્પિટલના ગાર્ડસની દાદાગીરી છુપાવવા સિક્યુરિટી મેનેજર પોતાનો પક્ષ મુકતા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

4 ઓપરેશન થિયેટરમાં પાણી પડ્યું, ઘૂંટણસમા પાણી ભરાયા
જ્યારે સવારે શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ એસવીપીના 4 ઓપરેશન થિયેટરમા પાણી ટપકવા લાગતા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને પગલે ઓટી બંધ કરવાની ફરજ પડી અને ઓપરેશનો અટવાયા હતા. જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઓટીમાં રિપેરિંગ કામ કરવા માટે દિવાલ તોડવાની ફરજ પડી હતી.

16 કાર્યરત ઓપરેશન થિયેટરમાંથી 4 બંધ
કુલ 32 ઓપરેશન થિયેટરમાંથી 16 જ ઓપરેશન થિયેટર ચાલુ કરવામાં આવ્યા હતા. તેમાં પણ 16માંથી 4 ઓપરેશન થિયેટરમાં પાણી પડવા લાગતા હાલ 12 જ ઓપરેશન થિયેટર ચાલી રહ્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી