અમદાવાદ / કર્ણાવતી ક્લબ પાસે ST બસને રોંગ સાઈડમાં આવતી ટ્રકે ટક્કર મારી, 2 મુસાફરોના મોત, 4ને ઈજા

  • ભુજ ડેપોની ગોધરા જતી એસટી બસને અમદાવાદમાં અકસ્માત નડ્યો
  • એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
  • રોંગ સાઈડમાં આવતી મિક્સર ટ્રકે રાતના 3 વાગ્યા આસપાસ એસટી બસને ટક્કર મારી

Divyabhaskar.com

Aug 15, 2019, 10:21 AM IST

અમદાવાદ: એસજી હાઈવે પર કર્ણાવતી કલબ પાસે મોડી રાતે એસટી બસ અને મિક્સર ટ્રક વચ્ચે રાતના 3 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસમાં સવાર બે મુસાફરોના મોત નીપજ્યાં હતા. જ્યારે ચારેક લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એક મુસાફર બસના દરવાજામાં ફસાતા મોત
બસમાં સવાર ઝાલોદના કાળુભાઈ નામના 40 વર્ષીય મુસાફર એસટી બસના દરવાજા વચ્ચે ફસાઈ ગયો હતો. જેને પગલે તેનું મોત થયું હતું. તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી.
બસની સાઈડનો ભાગ ચિરાયો
ગોધરા- ભુજ ની એસટી બસ મોડી રાતે ત્રણેક વાગ્યે કર્ણાવતી ક્લબ ટ્રાફિક પોલીસ ચોકી તરફથી પસાર થતી હતી ત્યારે રોંગ સાઈડમાં એક મોટી મિક્સર ટ્રક આવી હતી અને એસટી બસને ટક્કર મારી હતી. ટક્કર વાગતા બસનો સાઈડનો આખો ભાગ ચિરાઈ ગયો હતો. એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ બસમાં બેઠેલા 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે ચાર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી