અમદાવાદ / થલતેજમાં મંદિરની જગ્યા પચાવવા કુખ્યાત સાંમત ઓડેદરાએ મહારાજને હત્યા અને બળાત્કારના ગુનામાં ફસાવવાની ધમકી આપી

કુખ્યાત ગેંગ લીડર સામંત ગોગન ઓડેદરા
કુખ્યાત ગેંગ લીડર સામંત ગોગન ઓડેદરા

  • ચાર વર્ષથી ઘાટલોડિયાના મહેશ ભરવાડ અને મહારાજ વચ્ચે જગ્યાનો વિવાદ ચાલે છે

Divyabhaskar.com

Sep 14, 2019, 10:53 AM IST

અમદાવાદ: થલતેજ- હેબતપુર રોડ પર આવેલા મહાકાળી મંદિરની જગ્યા પચાવી પાડવા માટે પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર સામંત ગોગન ઓડેદરા, મહેશ ભરવાડ નામના શખ્સએ અને અન્ય એક મહિલાએ મંદિરના મહારાજને હત્યા અને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી છે. સોલા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

થલતેજની ઝાયડ્સ હોસ્પિટલ સામે વર્ષો જૂનું મહાકાળી સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું મહાકાળી માતાનું મંદિર આવેલું છે. જેમાં 20 વર્ષથી મહમંડેશ્વર રાજેન્દ્રગીરી શિષ્ય તે ગુરુ બાલકાનંદ મહારાજ સેવા પૂજા કરે છે. છેલ્લા 4 વર્ષથી જગ્યાના કબ્જા બાબતે ઘાટલોડિયાના મહેશ ભરવાડ સાથે માથાકૂટ ચાલે છે અને કોર્ટમાં કેસો પણ ચાલે છે.

સામંત ઓડેદરાએ મહારાજને ધમકી આપી હતી
મોડી રાતે મહારાજ અને અન્ય લોકો મંદિરમાં સુતા હતા ત્યારે જોર જોરથી કૂતરો ભસવા લાગયો હતો. મહારાજે ગૌશાળા બાજુ ચાલતા જઈ તપાસ કરતા મહેશ ભરવાડ, સામંત ગોગન ઓડેદરા અને અન્ય એક મહિલા હાજર હતાં. સામંત ઓડેદરાએ મહારાજને ધમકી આપી હતી કે તમને કેટલી વાર કહ્યું છે અહીંયાંથી જતા રહો. જગ્યાના 30 લાખ લઈ લો. નહિ તો બળાત્કારના ગુનામાં ફસાવી દઈશું. મહેશે ધમકી આપી હતી કે બાબુ પટેલ ઉર્ફે બલરામ મહારાજના હત્યા કેસમાં ખોટી રીતે ફસાવી દઈશું. મંદિરના જ કોઈ પૂજારીની પત્નીના બળાત્કાર કેસમાં ફસાવી દઈશું. બાદમાં મહેશ અને સાંમતે ઝપાઝપી કરી હતી જ્યારે મહિલાએ ગાળાગાળી કરી હતી. કૂતરો વધુ ભસવા લાગતા ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. સોલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

X
કુખ્યાત ગેંગ લીડર સામંત ગોગન ઓડેદરાકુખ્યાત ગેંગ લીડર સામંત ગોગન ઓડેદરા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી