જળસંગ્રહ / ગુજરાતમાં સીઝનનો 86.45% વરસાદ, 40 જળાશયો છલકાયા, સરદાર સરોવરમાં 79% પાણી

સરદાર સરોવરમાં 79 ટકા જળસંગ્રહ
સરદાર સરોવરમાં 79 ટકા જળસંગ્રહ

  • 34 જળાશયોમાં 70થી 100 ટકા પાણી
  • 28 જળાશયોમાં 50થી 70 ટકા પાણી
  • કુલ 204 જળાશયોમાં 67.53 ટકા પાણી

Divyabhaskar.com

Aug 16, 2019, 03:55 PM IST

અમદાવાદ: ગુજરાતમાં ધોધમાર વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 86.45 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 40 જળાશયો છલકાયા છે 34 જળાશયોમાં 70થી 100 ટકા પાણી છે. 28 જળાશયોમાં 50થી 70 ટકા અને 32 જળાશયો 25થી 50 ટકા ભરાયા છે. જ્યારે સરદાર સરોવરમાં 79 ટકા જળસંગ્રહ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને કચ્છ ઝોનમાં ગત વર્ષની સરખામણીએ 100 ટકા વરસાદ વરસ્યો છે.

204 જળાશયોમાં 67.53 ટકા જળસંગ્રહ
રાજ્ય સરકારના આંકડા મુજબ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 21.22 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 88.51 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 77.37 ટકા, કચ્છના 20 જળાશયોમાં 57.70 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 51.01 ટકા પાણીનો સંગ્રહ છે. આમ કુલ 204 જળાશયોમાં 67.53 ટકા પાણીનો કુલ જથ્થો છે.

X
સરદાર સરોવરમાં 79 ટકા જળસંગ્રહસરદાર સરોવરમાં 79 ટકા જળસંગ્રહ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી