ડ્રાય સ્ટેટ ગુજરાત / 4 વર્ષ પછી જુલાઈ મહિનો સૌથી ગરમ, ધરોઇ ડેમ સુકાયો, 41 વર્ષ પછી દેરાસર દેખાયાં

41 વર્ષ પછી ધરોઈ ડેમમાં દેરાસર દેખાયાં
41 વર્ષ પછી ધરોઈ ડેમમાં દેરાસર દેખાયાં

  • 4 વર્ષ પછી જુલાઈ મહિનો સૌથી ગરમ 
  • ધરોઇ ડેમ સુકાયો, 41 વર્ષ પછી દેરાસર દેખાયાં

Divyabhaskar.com

Jul 14, 2019, 02:37 AM IST

અમદાવાદઃ વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. ત્યારે શનિવારે ચાર વર્ષ બાદ જુલાઇ મહિનામાં અમદાવાદ 39.0 ડિગ્રી સાથે સૌથી ગરમ રહેવાની સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. વરસાદની ગેરહાજરીને લીધે ઉપરના લેવલે ભેજ અને વાદળોનું પ્રમાણ ઘટતાં દિવસ દરમિયાન લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગના આંકડા મુજબ, શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 4.8 ડિગ્રી વધીને 39.0 ડિગ્રી નોંધાયું હતું. જે વર્ષ 2015 કરતાં સૌથી વધુ તાપમાન હતું. તેમજ શનિવારે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. લઘુતમ તાપમાન 1.0 ડિગ્રી ગગડીને 27.2 ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો
તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 77 ટકાથી ઘટીને 44 ટકાએ પહોંચ્યું હતું. જેને કારણે લોકોએ દિવસ દરમિયાન ચામડી બાળતી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. હાલમાં વરસાદ લાવે કોઇ સિસ્ટમ ડેવલપ ન થઇ હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે. વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર કરી ગયો હતો. હાલમાં વરસાદ લાવે કોઇ સિસ્ટમ ડેવલપ ન થઇ હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે. વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર કરી ગયો હતો.

251માંથી 96 તાલુકાઓમાં 2થી 5 ઇંચ વરસાદ જ પડ્યો
15 તાલુકામાં 1 ઇંચથી ઓછો
14 તાલુકામાં 1થી 2 ઇંચ
67 તાલુકામાં2થી 5 ઇંચ
99 તાલુકામાં5થી 10 ઇંચ
43 તાલુકામાં10થી 20 ઇંચ
10 તાલુકામાં20થી 40 ઇંચ
3 તાલુકામાં40 ઇંચથી વધુ
કુલ 251 તાલુકામાંસરેરાશ 7.65 ઇંચ

જુલાઈમાં માર્ચ જેવું વાતાવરણ
પારો 39 ડિગ્રી, 10 શહેરોમાં 37 પાર

શહેર 2017 2018 2019
અમદાવાદ 36.1 38.5 39
વડોદરા 35.8 37.6 36
સુરત 33.2 32.8 33
રાજકોટ 35.5 38 38
પોરબંદર 33 34.5 38
નલિયા 34.4 36 37
ભુજ 35.5 38.5 36

વાવ અને જૈન દેરાસર દેખાયા
1978 માં ધરોઇ ડેમના નિર્માણ સમયે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના 28 ગામ સંપૂર્ણપણે અને 19 ગામ આંશિક ડૂબમાં ગયા હતા. ગત વર્ષે નબળા ચોમાસા અને ચાલુ સિઝને વરસાદી પાણીની આવક નહીં થતાં ધરોઇ ડેમમાં પાણીનું લેવલ સાવ ઘટી ગયું છે. જેને લઇ 4 દાયકા પૂર્વે ડૂબમાં ગયેલા ખેડબ્રહ્મા તાલુકાના ચાંપલપુર ગામનાં અવશેષો દેખાયાં છે. ડેમના કિનારાથી અઢી કિલોમીટર દૂર 200 વર્ષ જૂની પૌરાણિક વાવ, 150 વર્ષ જૂનું ભગવાન શાંતિનાથ અને વૃષભદેવનું દેરાસર અત્યારે જોઇ શકાય છે. સ્થાનિકોના મતે ઉનાળામાં ડેમમાં પાણીનું લેવલ ઘટે તો વાવ અને જૈન દેરાસર જોવા મળે છે.

X
41 વર્ષ પછી ધરોઈ ડેમમાં દેરાસર દેખાયાં41 વર્ષ પછી ધરોઈ ડેમમાં દેરાસર દેખાયાં

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી