અમદાવાદ / નવા ટ્રાફિક નિયમો અંગે રૂપાણી કહે છે- માનસિકતા બદલો, ‘દંડ ભરો અને ખાડામાં પડો’

new traffic rules will be applied by 16 September in Gujarat

  • મોબાઈલ પર વાત કરશો તો દંડ અને હેન્ડ્સ્ફ્રી પર નહીં
  • રૂપાણી સરકારે રસ્તા રિપેરિંગ માટે નવરાત્રિ સુધી સમય આપ્યો હતો

Divyabhaskar.com

Sep 11, 2019, 04:48 PM IST

અમદાવાદ: કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને ગુજરાતના રૂપાણી સાહેબે 16મી સપ્ટેમ્બરથી રાજ્યભરમાં નવા નિયમો અમલી કરવાની જાહેરાત કરી છે. પરંતુ સોશિયલ મીડિયા પર દંડની રકમમાં તોતિંગ વધારો કરી દેતા સોશિયલ મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દંડને લઈ વિવિધ પ્રકારની પોસ્ટ થઈ રહી છે. લોકો કહે છે કે દંડ તો ભરીએ પણ રોડ રસ્તાઓ ખરાબ હોવાથી અકસ્માત થાય અને જીવ જાય અથવા શરીર પર ગંભીર ઈજાઓ થાય તો સરકાર જવાબદારી લેશે? વરસાદમાં રોડ રસ્તાઓ પર ખાડા પડી જતાં લોકોએ નવા રોડ બનાવવાની માંગ કરી હતી. પરંતુ સરકારે નવરાત્રિ બાદ રોડ રિપેરિંગ કરાશે તેવું જણાવ્યું હતું. 10 સપ્ટેમ્બરે રૂપાણી સરકારે ગઈકાલે કેન્દ્રના મોટર વાહન એક્ટ 2019માં 215 જેટલા સુધારા કર્યા હતા. ખાડા-ટેકરાવાળા રસ્તા હોય અને સરકાર સારા રસ્તા ના આપી શકતી હોય તો મોટો દંડ પ્રજા પાસેથી વસૂલવો તે કેટલું વાજબી? તેવા સવાલના જવાબમાં રૂપાણીએ આવી માનસિકતા યોગ્ય નથી તેવું કહ્યું હતું. એટલે કે રૂપાણી સાહેબ મુજબ મસમોટા દંડ પણ ભરો અને ખાડામાં પણ પડો.

મોબાઈલ પર દંડ પણ હેન્ડ્સ્ફ્રી પર નહીં
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. ચાલુવાહને મોબાઈલથી વાતચીત કરવાના કિસ્સામાં પહેલી વખત રૂ.500, બીજી વખત રૂ.1000નો દંડ થશે. પરંતુ, કાનમાં હેન્ડ્સ્ફ્રી કે ઈયરફોનથી ગીતો સાંભળવાના અને વાતચીત કરવાના સંદર્ભે નવા નિયમોમાં કોઈ સ્પષ્ટતા થઈ નથી. મોબાઇલમાં હેન્ડસ્ફ્રી વિશે CM રૂપાણીએ કહ્યુ કે આ જટિલતા તંત્રને પણ નડી રહ્યા છે. નિયમો તૈયાર કરતી વેળા આ મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ છે. હેન્ડસ્પ્રીથી વાત હોવાનું સાબિત કરવું અઘરૂ થઈ પડે છે. વાહન ચાલાવતા ડ્રાયવરનું ધ્યાન ડ્રાયવિંગમાં હોય તે જ શ્રેષ્ઠ છે. ભવિષ્યમાં આ વિષયમાં ટેકનોલોજીના ઉપયોગથી નિયમનું વિચારીશું. એટલે કે હેન્ડસ્ફ્રી કે ઈયર ફોનને કારણે દંડ થશે નહી.

VIPને દંડ તથા ખરાબ રસ્તા અંગેના સૂચનો ફગાવાયા
પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જાહેર સેવકો તથા વીઆઇપી-વીવીઆઇપીઓ પાસેથી કાયદાના ભંગ બદલ વધુ દંડ વસૂલી સમાજમાં દાખલો બેસાડવા અંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, આવી નેગેટિવિટી ના ચાલે, કાયદાના ભંગમાં નાના-મોટા સૌ સરખા ગણાય. ખાડા-ટેકરાવાળા રસ્તા હોય અને સરકાર સારા રસ્તા ના આપી શકતી હોય તો મોટો દંડ પ્રજા પાસેથી વસૂલવો વાજબી ગણાય કે કેમ તેવા અન્ય એક પ્રશ્નના જવાબમાં પણ મુખ્યમંત્રીએ એમ જણાવ્યું હતું કે, આવી માનસિકતા યોગ્ય નથી.

એક વ્યક્તિના બીજી વખતના દંડમાં ડખો
18માંથી 8 પ્રકારના ગુનામાં બીજી વખત નિયમ ભંગના કિસ્સામાં પહેલા ગુનાથી વધુ દંડ વસૂલાત કરવાનું સરકારે જાહેર કર્યું છે. સ્થળ ઉપર જ દંડ વસૂલાત હોવાથી કોઈ બીજી વખત ગુનો કર્યાનું પુરવાર કેવી રીતે થઈ શકશે ? તેના જવાબમાં રૂપાણીએ કહ્યુ કે, હાલમાં ઈ- મેમો અને CCTV નેટવર્કથી એ સ્પષ્ટ થાય છે. જ્યાં ફિઝિકલી મેમો અપાય ત્યાં બીજી વખતના ગુનાની ઓળખ અત્યારે શક્ય નથી. તેના માટે RTO અને પોલીસના ડેટાનું એકત્રીકરણ કરી એ ડેટાને સોફ્ટવેરમાં ફિડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. થોડો સમય લાગશે પણ બીજી વખતનો ગુનો નિશ્ચિત થઈ શકશે.

ભયજનક ડ્રાઈવિંગનો ગુનો કેવી રીતે સાબિત થશે?
ભયજનક રીતે વાહન ચલાવવાનો ગુનો કેવી રીતે સાબિત થશે ? તેવા પ્રશ્નના જવાબમાં રૂપાણીએ કહ્યું હતું કે, ટેકનોલોજીની મદદથી તેના પેરામિટર્સ નક્કી થશે. હાલ આ પ્રકારના કિસ્સામાં પોલીસ અને RTOના સત્તાધિકારીઓ નજરે જોયાના અહેવાલથી દંડ વસૂલે છે. ઘણી વખત તપાસ દરમિયાન વાહન ચાલક લાયસન્સથી લઈને તમામ પ્રકારના પુરાવા આપવામાં સફળ રહે ત્યારે સત્તાધિકારી તરફથી છેવટે ભયજનક રીતે વાહન ચલાવ્યાનું કારણ મુકીને રૂ.1000નો દંડ ફટકારવામાં આવે છે. CM રૂપાણીએ ભવિષ્યમાં CCTV નેટવર્કમાં જ સત્તાધિકારી કાર્યવાહી કરે તે દિશામાં પણ સરકાર વિચારી રહી છે.

વાહનચાલક ઘરેથી લાયસન્સ લાવી-દર્શાવીને દંડમાંથી છુટકારો મેળની શકશે
વાહન ચાલકને કોન્સ્ટેબલ કે હોમગાર્ડ અટકાવી શકે છે પણ દંડની સત્તા હેડ કોન્સ્ટેબલ અને તેથી ઉપર છે. રૂપાણીએ કહ્યું કે, રસ્તા ઉપર તપાસ દરમિયાન કોઈની પાસે લાયસન્સ નથી, મોબાઈલમાં ડિઝિલોકર નથી. લાયસન્સ ઘરે પડયુ છે. તો વાહનચાલક પોતાનું વાહન પોલીસને સોંપીને ઘરેથી લાયસન્સ કે અન્ય માંગ્યા મુજબના દસ્તાવેજ લાવી-દર્શાવીને દંડમાંથી છુટકારો મેળવી શકશે. આ રીતે જપ્ત થયેલા વાહનની જવાબદારી સંપુર્ણતઃ પોલીસની રહેશે.

X
new traffic rules will be applied by 16 September in Gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી