ગુજરાત / આજથી ટ્રાફિકના નવા નિયમો હેઠળ પાંચ ગણા દંડનો અમલ શરૂ, દંડની રકમ નહીં આપે તેમના વાહનો જપ્ત થશે

New motor vehicle act 2019 penalties starts from Today in Gujarat

  • લોકોનો રોષ તેમજ દિવાળીને લીધે રાજ્ય સરકારે હેલ્મેટ, PUC, HSRPનો અમલ બે વખત પાછો ઠેલ્યો હતો
  • લાઈસન્સ, આરસીબુક, પીયુસી ન હોય કે આડેધડ વાહન પાર્ક કર્યું તો રૂ.500 દંડની તૈયારી રાખવી પડશે

Divyabhaskar.com

Nov 01, 2019, 02:10 AM IST
અમદાવાદ: રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અને આકરા દંડનો અમલ લાભ પાંચમથી શરૂ થશે. હવે હેલ્મેટ, પીયુસી અને એચએસઆરપી નહીં હોય તો નાગરિકોએ જૂના દંડ કરતાં પાંચ ગણો દંડ ભરવો પડશે.કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં કરેલા સુધારા બાદ દેશભરમાં તેનો અમલ શરૂ કર્યો છે. ગુજરાતમાં પણ અમલ શરૂ થયો હતો. જો કે લોકોમાં નવા દંડ સામે રોષને જોતા સરકારે નવા નિયમો પ્રમાણે દંડ વસૂલવાની મર્યાદા વધારી હતી અને વાહનચાલકોને 10 સપ્ટેમ્બર સુધીની છૂટ આપી હતી ત્યારબાદ સરકારે નવા નિયમોમાં દંડની માંડવાળની રકમમાં ઘટાડો કર્યો હતો. અને છેલ્લે 15 ઓક્ટોબરથી નવા નિયમો અનુસાર દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે પાછળથી દિવાળીના તહેવારોને અનુલક્ષી સરકારે 31 ઓક્ટોબર સુધી નવા ટ્રાફિક નિયમોના પાલનની મુદત લંબાવી હતી.
દંડની રકમ નહીં આપે તેમના વાહનો જપ્ત થશે
હવે 1 નવેમ્બરથી નવા નિયમોનો અમલ શરૂ થશે. આ નિયમોનુસાર હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારનારા, સીટબેલ્ટ બાંધ્યા વિના કાર ચલાવતા નાગરિકો અને બ્લેક ફિલ્મ ધરાવતા ફોર વ્હીલર તેમજ ત્રણ સવારી વાહન ચલાવનારા પાસેથી નવા નિયમો પ્રમાણે જંગી દંડની રકમ વસૂલવામાં આવશે. જે વાહનચાલકો સ્થળ પર જ દંડની રકમ નહીં આપે તેમના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
એચએસઆરપી નંબર પ્લેટ પણ ફરજિયાત
આ સાથે એચએસઆરપી નંબર પ્લેટ અંગે પણ ટ્રાફિક પોલીસની કામગીરી હાથ ધરાશે જેનું ઉલ્લંઘન કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારે બે વખત મુદતમાં કરેલા વધારા બાદ અત્યાર સુધી નાગરિકો બિન્ધાસ્તપણે વાહન ચલાવતા હતા જો કે હવે આજથી નવા નિયમોનું પાલન શરૂ થતાં આવા લોકો સામે ટ્રાફિકના નવા નિયમ હેઠળ કાર્યવાહી કરાશે.
પોલીસનો હેતુ દંડ વસૂલવાનો નહીં, લોકોની સુરક્ષાનો છે
નાયબ પોલીસ કમિશનર(ટ્રાફિક વેસ્ટ) અજીત રાજીયાણે કહ્યું કે, 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ થવાનો છે. પોલીસનું કામ કાયદાનો અમલ કરાવવાનું છે. પરંતુ તેનો મુખ્ય હેતુ લોકોની સલામતી વધારવાનો છે. હેલ્મેટ વિના વાહન હંકારનારાને અકસ્માત થાય તો તેના પરિવારને ભોગવવું પડે છે. પોલીસને દંડમાં નહીં લોકોની સુરક્ષામાં રસ છે.
કાર્ડથી દંડ લેવા પોલીસ 1 હજાર હેન્ડ હેલ્ડ ડિવાઈસ રાખશે
ટ્રાફિકના નવા નિયમ હેઠળ દંડની રકમ પાંચ ગણી વધી જતાં ટ્રાફિક પોલીસ 1 હજાર હેન્ડ હેલ્ડ ડિવાઈસ ખરીદશે. ટ્રાફિક ડીસીપી તેજસ પટેલના જણાવ્યા અનુસાર, દંડની રકમ 500થી 5 હજાર સુધીની હોવાથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પણ દંડ વસૂલી શકાય તે માટે આ મશીનો વસાવવાનું 1 કરોડનું બજેટ સરકારે મંજૂર કર્યું છે.
આ દંડ નથી બદલાયો
  • દારૂ પીને વાહન ચલાવવું 10,000
  • સગીર વાહન ચલાવે તો 25,000
  • ટ્રાફિક સિગ્નલ જમ્પ કરવું 5,000

નિયમ ભંગ અને દંડની જોગવાઇ

ગુનો પ્રથમ વખત બીજી વખત
લાઈસન્સ, આરસીબુક, પીયુસી 500 1000
અવરોધ રૂપ પાર્કિંગ 500 1000
કારના કાચ પર ડાર્ક ફિલ્મ 500 1000
ચાલુ વાહને મોબાઈનો ઉપયોગ 500 1000
હેલમેટ ન પહેરી હોય 500 -
સીટ બેલ્ટ ન બાંધ્યો હોય 500 -
ટ્રિપલ સવારી 100 -
ભયજનક રીતે વાહન ચલાવવું
ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર 1500 -
કાર 3000 -
અન્ય વાહન 5000 -
ઓવર સ્પીડીંગ
ટૂ અને થ્રી-વ્હીલર 1500 2000
ટ્રેક્ટર 1500 2000
કાર 2000 3000
અન્ય 4000 6 મહિના લાઈસન્સ રદ
લાઈસન્સ વગર વાહન ચલાવવું
ટુ-વ્હીલર 2000 -
થ્રી-ફોર વ્હીલર 3000 -
રજિસ્ટ્રેશન ન હોય
ટૂ-વ્હીલર 1000 -
થ્રી-વ્હીલર 2000 -
કાર 3000 -
અન્ય 5000 -
વાહનથી ધ્વનિ પ્રદૂષણ 1000 -
જાહેરમાં રેસ કરવી 5000 10000
એમ્બુલન્સ કે ફાયર વાહનને સાઈડ ન આપવી 1000 -
ફીટનેસ વગર વાહન હોય તો
થ્રી-વ્હીલર 500 -
કાર 5000 -
થર્ડ પાર્ટી વીમો ન હોય 2000 4000
ધુમાડાથી પ્રદૂષણ કરવું
ટૂ-વ્હીલર-કાર 1000 -
અન્ય 3000 -
X
New motor vehicle act 2019 penalties starts from Today in Gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી