• Gujarati News
  • National
  • Municipal Corporation's Standing Committee For The Year 2020 21 Has Allocated 9685 Crore Budget Sanctioned

વિપક્ષે AMCનું 298 કરોડના સુધારા સાથે બજેટ રજૂ કર્યું, ગીચ વિસ્તારમાંથી BRTS રૂટને દૂર કરવા-લોકપાલ નિમવા માંગ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ રૂ. 275 કરોડના વિકાસ કાર્યો સહિત રૂ. 298 કરોડના સુધારા સાથે રજૂ કર્યું છે
  • વર્ષ 2020-21નું રૂ. 9685 કરોડનું બજેટ સ્ટેન્ડિગ કમિટીએ મંજૂર કર્યું

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2020-21નું રૂ. 9685 કરોડનું બજેટ સ્ટેન્ડિગ કમિટીએ મંજૂર કર્યું છે. જેમાં આજે વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ રૂ. 275 કરોડના વિકાસ કાર્યો સહિત રૂ. 298 કરોડના સુધારા સાથે રજૂ કર્યું છે. નાગરિકોને પ્રાથમિક સુવિધા મળે, સમસ્યાઓનો ઉકેલ આવે તે માટે શાસક પક્ષ ભાજપ આ સુધારાનો સ્વીકાર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. બજેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને કૌભાંડો સામે આવે છે જેથી કોર્પોરેશનમાં લોકપાલની નિમણુંક કરવામાં આવે તેમજ ગીચ વિસ્તારમાંથી BRTS રૂટને દૂર કરવાની રજૂઆત કરી છે.

ડ્રેનેજ કે પાણી લાઈન માટે કોઈ રોડમેપ બનાવ્યો નથી: દિનેશ શર્મા
વિપક્ષના નેતા દિનેશ શર્માએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે શાસક પક્ષ ભાજપનું બજેટ દિશાવિહીન છે. શહેરની પ્રાથમિક સમસ્યાઓ દૂર થઈ નથી. ડ્રેનેજ કે પાણી લાઈન માટે કોઈ રોડમેપ બનાવ્યો નથી. વોટર પોલીસી, પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી, ફૂટપાથ, ટ્રાફિક વગેરે માટે કોઈ પોલિસી બનાવવામા આવી નથી. આમ 5000 કરોડના વિકાસ કામો થવાના નથી માત્ર ભાજપ પક્ષ માત્ર સપના બતાવે છે. 

વિપક્ષે કરેલો સુધારો
1) ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે નીતિગત નિર્ણય લેવામાં આવે
2) તમામ મલ્ટીલેવલ પાર્કિંગ અને સ્ટ્રીટ પાર્કિંગને પ્રથમ કલાક માટે ફ્રી કરવામાં આવે
3) શહેરમાં સ્કૂલ-કોલેજ- ટયુશન ક્લાસમાં જવા માટે વિદ્યાર્થીઓને ફ્રી AMTS-BRTS સેવા પુરી પાડવામાં આવે
4) ટ્રાફિક જ્યાં વધુ છે ત્યાં વન વે રોડ જાહેર કરી અને નાના કટ બંધ કરી નો યુ ટર્ન જાહેર કરવામાં આવે
5) સ્ટ્રીટ વેન્ડર એકટનો અમલ કરી વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવી
6) રોડ માટે રિસરફેસ પોલિસી બનાવવામાં આવે
7) રોડ પર મુકાતા સ્પીડબ્રેકર માટે પોલીસી બનાવવામા આવે
8 ) તમામ ગીચ વિસ્તારમાંથી BRTS રૂટને દૂર કરવામાં આવે અને AMTS વધારવામાં આવે
9) સ્વિમિંગપુલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં તાલીમ
10) તમામ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં બે ટાઈમ પાણી આપવામા આવે
11) પીવાનું પાણી પૂરું પાડવામાં માટે નીતિગત નિર્ણય તાત્કાલિક લેવા
12) કોમર્શિયલ મિલકતોમાં પાણી ના દરો નક્કી કરવા
13) પાણીના બોરવેલ માટે પોલીસી બનાવવામાં આવે
14) પાણી ચોરી રોકવા માટે પેનલ્ટી પોલિસી બનાવવામાં આવે
15) ટેન્ડરની યુનિફોર્મ પોલિસી બનાવવામાં આવે
16) સીટીઝન ચાર્ટર બનાવી તેનો અમલ કરવામાં આવે
17) મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકપાલની નિમણુંક કરવામાં આવે
18) પ્રોપર્ટી ટેક્સમાં 18 ટકા વ્યાજ વસુલવામાં આવે છે તેને ઘટાડી 7 ટકા કરવામાં આવે
19) પ્રજા પર કોઈ પણ બોજ નાખતા પહેલા પબ્લિક ઓપિનિયન પોલીસી બનાવવામાં આવે
20) શહેરમાં ટ્રી ઓથોરિટી બનાવવામાં આવે
21) સ્લમ રી ડેવલોપમેન્ટ પોલીસી અંતર્ગત ઝુંપડા સામે 50 ચો. મીનું મકાન આપવામાં આવે

અન્ય સમાચારો પણ છે...