અમદાવાદ / કાલુપુર રેલવે સ્ટેશને ચાલતી ટ્રેનમાં ચડતાં મહિલા પટકાઈ, મુસાફરો અને પોલીસે જીવ બચાવ્યો

  • પ્લેટફોર્મ પર ઊભેલી મહિલા ટ્રેન ચાલવા લાગે તેની થોડી ક્ષણો બાદ ચડવા પ્રયાસ કરે છે

Divyabhaskar.com

Jul 12, 2019, 11:50 AM IST

અમદાવાદ: ગઈકાલે કાલુપુર રેલવે સ્ટેશનથી સોમનાથ એક્સપ્રેસ ઉપડી ત્યારે એક અકસ્માત થયો હતો. જેમાં ચાલતી ટ્રેનમાં ચડવા જતા એક મહિલા પેસેન્જર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે આવી ગઈ હતી. તેનો બૂમો સાંભળીને આસપાસ ઊભેલા પેસેન્જર અને આરપીએફના પોલીસ જવાન દોડી ગયા હતા અને મહિલા મુસાફરનો જીવ બચાવ્યો હતો. રાત્રે 10 વાગ્યે આ ઘટના ઘટી હતી.
મહિલા પડી તેનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો
ટ્રેન ઉપડે છે ત્યારે એક મહિલા પ્લેટફોર્મ પર ચાલતી દેખાય છે. ત્યારે આરપીએફનો જવાન કંઈક ઈશારો કરે છે. જેને પગલે મહિલા દોડવા લાગે છે અને ટ્રેનના દરવાજાને પકડવા પ્રયાસ કરે છે. દરમિયાન તેનો પગ લસતા તે પ્લેટ અને ટ્રેન વચ્ચે ફસાય છે. દરમિયાન આસપાસના મુસાફરો દોડીને તેને બહાર ખેંચે છે.પોલીસ જવાન પણ તેને બચાવા પહોંચે છે. બાદમાં ટ્રેનમાંથી એક વ્યક્તિ તેનો હાથ છોડે છે અને પોલીસ કર્મી સહિતના તેને ખેંચીને બહાર લાવે છે અને તેનો જીવ બચાવે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી