અમદાવાદ / મચ્છરો કી પાઠશાલા: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં મચ્છરોનું બ્રીડિંગ મળતાં એડમિન ઓફિસ સીલ કરાઈ

Mosquito Key Pathshala: St. Xavier's School Sealed Breeding At Adam's Office

  • મ્યુનિ. હેલ્થ વિભાગે 18 સ્કૂલો સહિત 289 એકમોમાં બ્રીડિંગની તપાસ કરી, 16 સ્કૂલોમાં બ્રીડિંગ મળતા નોટિસ અપાઈ
  • સેન્ટ ઝેવિયર્સ લોયલાને અગાઉ નોટિસ અાપી હતી, નિકોલની ઘનશ્યામ વિદ્યામંદિર પણ સીલ, બાંયધરી પછી સીલ ખોલાશે

Divyabhaskar.com

Jul 12, 2019, 12:18 AM IST

અમદાવાદ: મ્યુનિ.હેલ્થ વિભાગની તપાસમાં નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને નિકોલની ઘનશ્યામ વિદ્યામંદિરમાં મચ્છરોના બ્રીડિંગ મળતા એડમિનિસ્ટ્રેશનની ઓફિસો સીલ કરી દેવાઈ છે. છેલ્લા બે દિવસમાં કુલ ત્રણ સ્કૂલો સીલ કરાઈ છે. ગુરુવારે બે સ્કૂલ ઉપરાંત અન્ય 18 સ્કૂલો, બે મોટા શો-રૂમ સહિત 289 એકમોમાં પણ જુદી જુદી ટીમોએ મચ્છરોના બ્રીડિંગની તપાસ કરી હતી. 116ને નોટિસ આપી રૂા.1.88 લાખનો દંડ વસૂલ કર્યો હતો. 19 પૈકીની મોટા ભાગની સ્કૂલોમાં મચ્છરના બ્રીડિંગ મળ્યા છે. પરંતુ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને અગાઉ પણ મચ્છરોના બ્રીડિંગ અટકાવવા માટે નોટિસ આપવામાં આવી છે છતાં પણ કોઈ કામગીરી નહીં કરાતા સંચાલકની ઓફિસ સીલ કરી દેવામાં આવી હોવાનું મ્યુનિ.હેલ્થ વિભાગના અધિકારીનું કહેવું છે.

મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ કહ્યું કે, મોટા ભાગની સ્કૂલોમાં ટેરેસ, સ્ક્રેપ મટીરીયલ્સ, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંમ્પાઉન્ડમાં પડેલ બકેટ, પક્ષીચાટ અને ભંગારમાંથી મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા. સ્કૂલોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈએ મચ્છરોના ઉપદ્રવ અટકાવવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામગીરી કરતી એજન્સી પાસે કામ કરાવી શકે છે અને તે માટે જરૂરી માર્ગદર્શન કે જાગૃતિ કાર્યક્રમ કરવા માટે જે સ્કૂલો ઈચ્છે તો મ્યુનિ.ના હેલ્થ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. પહેલી વખત મ્યુનિ.એ આ પ્રકારની અપીલ કરી છે.

તમારા છોકરાને મચ્છરથી બચવાના આ ઉપાય ખબર છે?
શરીર પૂરેપૂરું ઢંકાય તેવા ફુલ સ્લીવ કપડાં પહેરીને સ્કૂલે જવું. આ અંગે વાલીએ સ્કૂલ સંચાલકો સાથે ચર્ચા કરવી.
સ્કૂલમાં જયાં ચોખ્ખું પાણી ભરાતંુ હોય તેવા તમામ સ્થળોએથી દૂર રહેવું જોઈએ. એડીસ મચ્છર ચોખ્ખા પાણીમાં થાય છે.
સ્કૂલના ખુલ્લા મેદાનમાં જ્યાં પાણી અથવા ગ્રીનરી હોય ત્યાં રમવાનું ટાળવું જોઈએ. કેમ કે આવા સ્થળે વધુ મચ્છર હોય છે.
સ્કૂલના ખુલ્લા ભાગમાં કોઈ પણ જગ્યાએ સ્ક્રેપ મટીરિયલ્સ પડ્યું હોય ત્યાં જવું નહીં. કેમ કે, આ જગ્યાએ મચ્છરની શક્યતા છે.
માથું દુ:ખે, ઠંડી લાગે, ઊલટી થાય, અશક્તિ લાગે આ તમામ સંજોગોમાં તાત્કાલિક સ્કૂલ શિક્ષકને જાણ કરવી.
સ્કૂલના બેઝમેન્ટમાં, ટેરેસ પર જવાનું બિલકુલ ટાળવું. આ સ્થળે સૌથી વધુ એડીસ મચ્છર જન્મે છે.

X
Mosquito Key Pathshala: St. Xavier's School Sealed Breeding At Adam's Office
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી