અમદાવાદ  / 15 વર્ષથી વધુ જૂનાં સ્કૂલ વર્ધીનાં 4 હજાર વાહન જપ્ત થવાની શક્યતા 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • RTOમાં પાસિંગ માટેની 20 જુલાઈની મુદત પૂરી થઈ

Divyabhaskar.com

Jul 22, 2019, 06:37 AM IST

અમદાવાદ: 15 વર્ષથી વધુ જૂનાં સ્કૂલવર્ધી વાહનોનું આરટીઓમાં પાસિંગ કરાવવા વાહન વ્યવહાર વિભાગે 20 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો. જો કે, આ સમય પૂરો થઈ ગયો હોવા છતાં બેન્ક એનઓસીના અભાવે ટેક્સ ન સ્વીકારાતો હોવાથી 4 હજાર વાહન જપ્ત થવાની શક્યતા છે.

ઓનલાઇન સિસ્ટમમાં સુધારો ન થતાં વાહનમાલિકો મુશ્કેલીમાં મુકાયા

સ્કૂલ સંચાલકોએ આદેશ કર્યો છેકે આરટીઓના નિયમ મુજબ સ્કૂલવર્ધી વાહનો ના હોય તો વાલીઓએ પોતાના બાળકોને બેસાડવા નહીં. જેથી વાહન માલિકોની મુશ્કેલીઓ વધી છે. વાહન માલિકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે સુધારો કરવાની ખાતરી આપી હતી.

વાહનોનો ટેક્સ સ્વિકારાય તે માટે સિસ્ટમમાં દિલ્હીથી ફેરફાર કરવો પડે

વાહનમાલિકો સોમવારે ફરી સરકાર સમક્ષ રજૂઆત કરવા જવાના છે. જો સરકાર મુદત નહીં વધારે તો સ્કૂલ વર્ધીના ચાર હજાર વાહનો જપ્ત થશે. કારણકે હાલ બેંકમાં લોન પૂરી થઇ ગઇ હોય અને એનઓસીની પ્રક્રિયા પાઇપલાઇનમાં હોય તેવા એક હજાર વાહનો છે. આ ઉપરાંત 15 વર્ષ પૂરા થઇ ગયા હોય તેવા વાહનોનો ઓનલાઇન ટેક્સ સ્વીકારાતો નથી. જેથી આવા વાહનોનો ટેક્સ સ્વિકારાય તે માટે સિસ્ટમમાં દિલ્હીથી ફેરફાર કરવો પડે. જે ત્વરિત નહીં થાય તો આવા 4000 વાહનોને સીધી અસર થશે. જેથી સ્કૂલવર્ધી એસોસિએશને મુદત વધારવા માંગ કરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી