તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

200 રૂપિયાની બેગમાં વજન મૂકી રિક્ષાચાલકોના મોબાઈલ ફોનની ચોરી કરતો શખ્સ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ફાઇલ ભૂલી ગયો છું કહી રિક્ષાચાલકનો ફોન વાત કરવા માંગી નજર ચૂકવી નાસી જતો હતો
 • સેટેલાઇટ પોલીસે 7 ફોન સાથે ઝડપી 31 ગુનાનો ભેદ ઉકેલયો

અમદાવાદ: શહેરના રિક્ષાચાલકોની નજર ચૂકવી મોબાઈલફોનની ચોરી કરી ફરાર થઈ જતાં શખ્સની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી છે. આરોપી રિક્ષામાં બેસી એક બેગ સાથે રાખતો જેમાં કોઈ કાગળ કે વજનદાર વસ્તુ મૂકી દેતો હતો. એરપોર્ટ કે અન્ય જગ્યાએ જવાનું કહી રસ્તામાં એક ફાઇલ ભૂલી ગયો છું ફોન નથી. ફોન કરવા આપો કહી રિક્ષાચાલકના ફોન ચોરી કરતો હતો. પોલીસે 7 ફોન કબ્જે કરી ચોરીના 31 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
સેટેલાઇટ અને અન્ય વિસ્તારોમાં રિક્ષાચાલકોના મોબાઈલ ફોન એક શખ્સ વાત કરવાના બહાને ચોરી કરતો હોવાની ઘટના બનતા સેટેલાઇટ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમીના આધારે જય મનુભાઈ દુધાત (પટેલ) (ઉ.વ.30, રહે. રિવેરા બ્લ્યુ, વોડાફોન હાઉસ પાસે, સેટેલાઇટ)ને 7 ફોન સાથે ઝડપ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે અલગ અલગ જગ્યાએ રિક્ષામાં બેગ રાખી વાત કરવાના બહાને મોબાઈલ ફોન લઈ લેતો હતો. રિક્ષામાં બેગ છે એટલે ક્યાંય નહીં જાય એમ માની રિક્ષાચાલકની નજર ચૂકવી મોબાઈલ લઈ ફરાર થઈ જતો હતો.
સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી.દરજીએ જણાવ્યું હતું કે આરોપી મૂળ અમરેલીનો રહેવાસી છે. અમદાવાદમાં પીજી તરીકે રહે છે. અપરણિત અને બેકાર છે. રિક્ષાચાલકો સાથે વાત કરવાના બહાને ફોન મેળવી ચોરી કરતો હોવાના 31 ગુનાના ભેદ ઉકેલાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો