શિયાળો / આબુમાં માઇનસ 4, ગુજરાતના 10 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે

આબુમાં ઠંડીને કારણે બરફ જામ્યો-ફાઇલ તસવીર.
આબુમાં ઠંડીને કારણે બરફ જામ્યો-ફાઇલ તસવીર.

  • સમગ્ર રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું
  • 7.7 ડિગ્રી સાથે ગાંધીનગર બીજા ક્રમનું સૌથી ઠંડું શહેર

Divyabhaskar.com

Jan 16, 2020, 01:30 AM IST

અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં કાતિલ શીત લહેર ફરી વળી છે. મંગળવારે રાત્રે માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને માઇનસ 4 ડીગ્રી થઈ ગયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતાં અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરમાં ઠંડીનો પારો ગગડીને 10.0 ડિગ્રીથી નીચે પહોંચતાં રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.

સમગ્ર રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે 7.7 ડિગ્રી સાથે ગાંધીનગર બીજા ક્રમનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. ઠંડા પવનોની અસરોથી લોકો ઠુંઠવાઈ ગયા હતા.

X
આબુમાં ઠંડીને કારણે બરફ જામ્યો-ફાઇલ તસવીર.આબુમાં ઠંડીને કારણે બરફ જામ્યો-ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી