અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં રહેતા લોકોની સ્થિતિ પીરાણા આસપાસ રહેતા લોકો જેવી થવાની તૈયારીઓ થઇ રહી છે. બોપલમાં આવેલી ડીપીએસ સ્કૂલ પાસે હજારો કિલો કચરો ઠલવાઇ રહ્યો છે. આ કચરાના કારણે આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે દુર્ગંધ ફેલાય છે. જેને પગલે હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે.
ડમ્પિંગ સાઈટ આસપાસ ફાર્મ હાઉસ અને સ્કૂલ
કચરોનો ખડકલો કરાયો છે તે જગ્યાની આસપાસ ઘણા મોટા ફાર્મ હાઉસ પણ આવેલા છે. જેના કારણે ત્યાંની પણ સ્થિતિ વધુ ખરાબ છે. બાજુમાં આવેલી ડીપીએસ સ્કૂલમાં પણ આ કચરાના કારણે વાસ ફેલાઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
રોગચાળો ફેલાવાની શક્યતા
ચોમાસામાં વરસાદ દરમિયાન આ કચરામાં જીવડા અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ સ્થિતિના કારણે હવે બોપલ વિસ્તારમાં આ કચરાના ઢગલાંના કારણે ગમે ત્યારે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.