મારા પતિનું ઘર છે, તું ઘરમાંથી જતી રહે, વહુએ સાસુને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • થલતેજમાં આવેલા આરોગ્ય એપાર્ટમેન્ટની ઘટના
  • વહુએ ઘરમાંથી જતી રહે કહી સાસુ સાથે ગાળાગાળી કરી હતી

અમદાવાદ: રિસામણે ગયેલી વહુએ ઘરે પરત આવી સાસુને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મારા પતિનું ઘર છે તું અહીંયાંથી જતી રહે તેમ કહી ગાળાગાળી કરી હતી. વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

થલતેજમાં આવેલા આરોગ્ય એપાર્ટમેન્ટમાં મંજુલાબેન સોલંકી (ઉ.વ.63) રહે છે. ગુરુવારે બપોરે મંજુલાબેન ઘરે જમવાનું બનાવતા હતા ત્યારે તેમના દીકરા અરુણની પત્ની આનંદી ઘરે આવી હતી. મંજુલાબેને પૂછ્યું હતું કે તારા માતાપિતાના ઘરે રિસાઈને જતી રહી હતી. અમે તેડવા આવ્યા તો કેમ ના આવી અને આજે કેમ ઘરે આવી છે ? આટલું કહેતા જ આનંદી ઉશ્કેરાઈ ગઈ હતી અને આ મારા પતિનું ઘર છે, તું ઘરમાંથી જતી રહે કહી ગાળાગાળી કરી હતી. મંજુલાબેનને ધક્કો મારી ઘરમાંથી કાઢી મુક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...