તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘સાસુનું ધ્યાન ન રાખ્યું’ તેવું કહી ત્રાસ અપાતા પુત્રવધૂનો આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેજલપુરમાં પતિ સહિત પાંચ સભ્ય સામે દુષ્પ્રેરણાની ફરિયાદ

અમદાવાદ: શહેરના વેજલુપર વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનોની માતાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્રણ દિવસ પહેલા જ તેમના સાસુનું મોત થતા તેના પાછળ તેને જવાબદાર માની  માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે

સાસુના મોતના ત્રીજા દિવસે સાસરિયાથી કંટાળી ગળેફાંસો ખાધો
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ફિરદોશબાનું શેખ (દરિયાપુર) ના લગ્ન 11 વર્ષ પહેલા જુહાપુરામાં રહેતા ઈરફાનખાન અબ્દુલ્લાખાન પઠાણ સાથે સામાજિક રીતરીવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન ફિરદોશબાનુંએ ત્રણ પુત્રોને જન્મ આપ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર દસેક દિવસ પહેલા ફિરદોશબાનું સાસરીયાના ત્રાસથી કંટાળીને પિતાના ઘરે ચાલ્યા ગયા હતા. ફિરદોશબાનુએ તેમના માતાપિતાને કહ્યુ હતુ કે, તેમની નણંદ તથા નણદોઈ મારા ઘરે આવી સાસુનું ધ્યાન નથી રાખતી તેમ કહી મહેણાટોણા મારી માનસિક ત્રાસ આપે છે અને તેમા મારા પતિ પણ તેમને સાથ આપે છે. મારે હવે ત્યાં રહેવું નથી. જો કે તેમના માતાપિતાએ દિકરીને સમજાવી સંસાર ન બગડે તે માટે ઘરે પાછા ફરવા સમજાવી હતી. દરમિયાન તેના પતિ ઈરફાનખાન તેને લેવા માટે આવતા ફિરદોશબાનું તેમના સાસરીએ ગયા હતા.

તારા કારણે જ મહેરાજબીબીનું મોત થયું 
દરમિયાન તા 23 સપ્ટેમ્બરના રોજ  ફિરદોશબાનુંની સાસુ મહેરાજબીબીનું તેમના સારણી કામદાર સોસાયટી ખાતેના મકાને મૃત્યુ પામ્યા હતા. જેને લઈને તેમને પતિ, નણંદ, નણંદોઈ, જેઠ તથા જેઠાણી વગેરેએ તારા કારણે જ મહેરાજબીબીનું મોત થયું છે  અને તેના માટે તું જ જવાબદાર છે તેવું કહી માનસિક ત્રાસ આપતા હોવાનું ફિરદોશબાનુએ તેમના ભાઈને કહ્યુ હતુ. આ સંજોગોમાં તા.25 સપ્ટેમ્બરે ફિરદોશબાનુએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ફિરદોશબાનુના ભાઈ મોહંમદ તોફીક શેખે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફિરદોશબાનુના પતિ ઈરફાનખાન, નણંદ તસનીમાબહેન, નણંદોઈ હાજીમીયાં અરબ, જેઠ ઈમરાનખાન, તથા જેઠાણી ઈશરતબાનું સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

બાળકોનું વિચારી ત્રાસ સહન કર્યો
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર વારે તહેવારે પિયરમાં આવતા ફિરદોશબાનું તેમના માતાપિતાને પતિ માનસિક અને શારિરીક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતા હતા. માતાપિતા દીકરીને સમજાવતા હતા અને તેઓ પણ બાળકોની જિંદગીનો વિચાર કરી સાસરીમાં ત્રાસ સહન કર્યો.