નિત્યાનંદ આશ્રમ વિવાદ / મંજુલા શ્રોફ, અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત આગોતરા જામીનની 6 ડિસેમ્બરે વધુ સુનાવણી

Manjula pooja Shroff, Anita Dua, and former trustee Hiten Vasant  Anticipatory bail  in ahmedabad rural court

  • ધરપકડથી બચવા મંજુલા શ્રોફ અને હિતેન વસંતે આગોતરા માગ્યા છે
  • મંગળવારે મંજુલા શ્રોફના બંગલે અને હિતેન વસંતના ઘરે પોલીસે તપાસ કરી

Divyabhaskar.com

Dec 05, 2019, 02:20 PM IST
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ વિવાદમાં DPS ઈસ્ટના મંજુલા પૂજા શ્રોફ, અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતએ આગોતરા અરજી કરી હતી. જેની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરી હતી. જો કે બચાવ પક્ષના વકીલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને રજૂ કર્યું હતું. જેને કોર્ટે ગ્રાહ્ય રાખ્યું હતું. આ મામલે સકરાર તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરાઈ હતી. જેમાં સરકાર તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે.
પોલીસે બંનેના નિવાસે તપાસ કર્યું હતું
કેસની તપાસ કરી રહેલી પોલીસે મંગળવારે મંજુલા શ્રોફના બંગલે અને હિતેન વસંતના ઘરે તપાસ કરી હતી. જો કે, તેઓ ઘરે મળ્યા ન હતા. બંનેના મોબાઈલ બંધ હોવાનું જાણવા મળ્યું છે. મંજુલા શ્રોફના ઘરે તેમનો દીકરો અને નોકર હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. નોકરોએ મંજુલા શ્રોફ ક્યાં છે તેની ખબર ન હોવાનું જણાવ્યું હતું.
X
Manjula pooja Shroff, Anita Dua, and former trustee Hiten Vasant  Anticipatory bail  in ahmedabad rural court

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી