તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોને ફરજિયાત વર્કપ્લેસ એપ ડાઉનલોડ કરવા આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાયઝાલા એપ્લિકેશનના વિવાદ બાદ
  • શિક્ષણ સચિવે અગાઉ કહ્યું હતું એપ ઈન્સ્ટોલ કરવી ફરજિયાત નથી, શિક્ષકો મૂંઝવણમાં

અમદાવાદ: અમદાવાદ શહેર ડીઇઓએ દરેક શિક્ષકોને ફરજિયાત ફેસબુકની વર્કપ્લેસ એપ ડાઉનલોડ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે કે આ પહેલા શિક્ષણ સચિવે જણાવ્યું હતું કે શિક્ષકોએ વર્કપ્લેસ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત નથી. જેઓ ઇચ્છે તે આ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે.

અમદાવાદ શહેર ડીઇઓએ આદેશ આપ્યો
કાય ઝાલા એપના વિવાદ બાદ શિક્ષણ વિભાગે ફેસબુકના વર્કપ્લેસ એપ ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. પરંતુ આ એપ ડાઉલોડ અને ઇન્સ્ટોલ કરવી શિક્ષકો માટે મરજિયાત કરાઇ હતી. આ અંગેની સ્પષ્ટતા પણ શિક્ષણ સચિવે આપી હતી. તેમ છતાં અમદાવાદ શહેર ડીઇઓએ પોતાના શિક્ષકોને ફરજિયાત વર્કપ્લેસ એપ ડાઉનલોડ કરવાનો આદેશ આપ્યો છે. 

મારા ધ્યાન બહાર રહી ગયું હશે
શહેર ડીઇઓએ કરેલા પરિપત્રમાં તમામ પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વર્કપ્લેસ પરથી શિક્ષણ સચિવનો લાઇવ કાર્યક્રમ સાંભળવા આદેશ આપ્યો હતો. પરિપત્ર અંગે શહેર ડીઇઓ આર.સી. પટેલે જણાવ્યું હતું કે, સરકારે વર્કપ્લેસ એપ ડાઉનલોડ કરવી મરજિયાત કરી છે. મારા ધ્યાન બહાર રહી ગયું હશે. તેથી ફરજિયાત શબ્દનો ઉલ્લેખ થયો છે. શિક્ષકોએ આ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત નથી. પરંતુ વધુ સંખ્યામાં શિક્ષકો જોડાય એ અમારો ઉદ્દેશ છે.