ક્રાઇમ / અમદાવાદમાં આધેડે મોબાઈલ ચોરનો પીછો કર્યો, ધક્કો મારતા પડ્યા અને ટ્રક ફરી ‌વળી

Man injured in accident during fight with mobile snatchers at Ahmedabad

  • વટવા જીઆઇડીસી પાસે હનુમાનજી મંદિર પાસેની ઘટના

Divyabhaskar.com

Dec 03, 2019, 03:31 AM IST
અમદાવાદ: વટવા જીઆઈડીસીમાં એક્ટિવા લઈને પસાર થઈ રહેલા આધેડના હાથમાંથી ફોન ઝુંટવી ે બાઇક પર સવાર બે લુટારુઓ નાસી ગયા હતા. આધેડે તેમનો પીછો કરતા બેમાંથી એકે આધેડને ધક્કો મારીને નીચે પાડી દેતા ટ્રકનું ટાયર તેમના હાથ પર ફરી વળતાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે આધેડે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રસ્તા પર વાત કરતા જતા આધેડનો મોબાઇલ ઝૂંટવી બાઇક સવાર બે લુટારુ ભાગ્યા હતા
મૂળ બનાસકાંઠાના અને હાલ જશોદાનગરના રણછોડજીના મંદિરની પાસે રહેતા દશરથભાઈ પરમાર શનિવારે વટવા જીઆઈડીસી ફેઝ 4 નજીક હુનુમાનજી મંદિર પાસેથી ચાલતા પસાર થતા હતા. દરમિયાન તેમના મોબાઈલ પર ફોન આવતા તે વાત કરતા હતા. ત્યારે તેમની પાછળથી એક બાઇક પર આવેલ બે વ્યક્તિ દશરથભાઈના હાથમાંથી રૂ.12 હજારની કિંમતનો ફોન ઝૂંટવીને ભાગી ગયા હતા. ફોનની ચીલઝડપ થતા દશરથભાઈએ તેમનો પીછો કર્યો હતો, દરમિયાન બે પુરુષો પૈકી પાછળ બેઠેલા પુરુષે દશરથભાઈને ધક્કો મારીની નીચે પાડી દીધા હતા. ત્યારે પાછળથી આવતી એક ટ્રકનું ટાયર દશરથભાઈના હાથ ઉપરથી પસાર થઈ ગયું હતું, જેથી તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. આ જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને દશરથભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે દશરથભાઈએ વટવા જીઆઈડી પોલીસ સ્ટેશનમાં એક્ટિવા લઈને આવેલા બે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધમાં વટવામાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ટ્રકચાલકે ટ્રક ઊભી રાખી આધેડને હોસ્પિટલ લઇ ગયો
ધક્કો વાગતા દશરથભાઈ રસ્તા પર પટકાયા ત્યારે તેમની પાછળથી એક મિનિ ટ્રક આવી રહી હતી, આઈસર ટ્રકના ચાલકને આ ઘટનાનું ધ્યાન ન રહેતાં તે ટ્રક હંકારતો રહ્યો હતો, દરમિયાન દશરથભાઈનો હાથ ટ્રકના ટાયરની નીચે આવી ગયો હતો. જેથી દશરથભાઈને ગંભીર ઈજા થઈ હતી, ત્યાર બાદ ટ્રકચાલકને આ ઘટનાની જાણ થતા તેણે ટ્રક ઊભો રાખ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત દશરથભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
X
Man injured in accident during fight with mobile snatchers at Ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી