તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદઃ ગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં કડવા અને લેઉવા પાટીદાર પરિવારો વસવાટ કરે છે. આ તમામ પાટીદાર પરિવારો એક અને નેક બને અને તેમનામાં સમરસતા વધે તે હેતુથી પાટીદાર પરિવાર ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્વારા આજે લેઉવા-કડવા પાટીદારોનું લવ-કુશ સંમેલન યોજવામાં આવ્યું હતું. સોલા ભાગવત વિદ્યાપીઠમાં યોજાયેલા સંમેલનમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, ડૉ.તેજસ પટેલ, ડૉ.જીતુ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેઉવા-કડવા પાટીદારોની એકતાથી લઈ લેઉવા અને કડવા પાટીદારો સ્વભાવ અંગે વાતો કરી હતી. માત્ર એટલું જ નહીં, તેમણે વાત વાતમાં સામાજિક અને રાજકીય બાબતો સંબંધે ઈશારા ઈશારામાં ઘણું બધું કહી દીધું હતું. તેમણે કહ્યું કે, કડવા છીએ એટલે કે તમે થોડું જાણો જ છો બધું આપણું. આખા ગુજરાતમાં અમને બધાને માફ કરી દે મને એનો આનંદ છે કે હું થોડું સાચું બોલું અને સત્ય તો હંમેશા કડવું જ હોય.
‘કુશ આ બાજુ બેઠા છે અને લવ પેલી બાજુ’
‘મારે વિશેષ વાત નથી કહેવી પણ જીતુભાઈએ થોડા દાખલા આપ્યા. હનુમાનજીનો દાખલો આપ્યો. ઉડીને પહોંચવાનો દાખલો આપ્યો. પાટીદારોએ ઘંટડી વગાડી વગાડીને ટેસ્ટ કર્યો એનો દાખલો આપ્યો, હવે અમે બધા હનુમાનજી તો નથી. કોઈ નથી હનુમાનજી હવે એ તો ભગવાન છે પણ એટલું કહું કે હનુમાનજીનો અંશ, ભગવાન રામનો અંશ અમે અને રૂપાલા સાહેબ, નરહરી ભાઈ ગમ્મત કરતા હતા, અત્યારે પરેશભાઈને બધા. તમે જોવો ગોઠવણય કેવી કરી છે. એક બાજુ મને અને રૂપાલા સાયબને બેસાડ્યા છે. હું તો આયો થોડો મોડો, એ કે કુશ આ બાજુ બેઠા છે અને લવ પેલી બાજુ, નરહરીભાઈ અને પરેશભાઈ. મને રૂપાલા સાહેબ કહે આપણે લવ વાળા નથી. લવ વાળા પ્રેમથી બધી વાત કરે, કડવા છીએ એટલે કે તમે થોડું જાણો જ છો બધું આપણું. આખા ગુજરાતમાં અમને બધાને માફ કરી દે’
‘કંઈક બોલું એટલે મોદી સાહેબ કે અમિતભાઈ જેવા નેતાઓ વારી લે’
મને ફાયદો એ છે કડવા પટેલ હોવાનો, કંઈક બોલું એટલે પછી વિજયભાઈ રૂપાણી સાહેબ, કે મોદી સાહેબ કે અમિતભાઈ જેવા નેતાઓ, અમારા જીતુભાઈ વાઘાણી બધા વારી લે. કહે નીતિનભાઈ બોલે છે કડક પણ હ્રદયના કોમળ છે અને કડવા પટેલ છે એટલે મને માફી મળી જાય છે. મને એનો આનંદ છે કે હું થોડું સાચું બોલું અને સત્ય તો હંમેશા કડવું જ હોય. ખુશામત મીઠી લાગે પણ ટેમ્પરરી હોય છે. કડવું લાંબા ગાળા માટે ઉપયોગી છે. આપણે જે દવાઓ લઈએ છીએ મેલેરિયા વગેરે મટાડવા, જીતુભાઈ અને તેજસભાઈ બધા ડૉક્ટરો છે. પંકજભાઈ તો હજારો આઈટમો બનાવે છે. કડવી દવાઓ લેવી અઘરી છે પણ તેનો લાંબા ગાળાનો ફાયદો હોય છે, એટલે દર્દમાંથી મુક્તિ મળી જ જતી હોય છે.
‘અમને તો ઉત્તર ગુજરાતમાં લેઉવા-કડવા જેવો ભેદભાવ હોય એવી ખબર જ નહોતી’
‘આપણો સમાજ એક થઈ રહ્યો હોય, એક છે જ મને તો ખબર નથી કે આ જુદો ક્યારે પડ્યો, કોઈ જરૂરિયાત પ્રમાણે કોઈ રાજકારણના કારણે લોકો જુદા-ભેગા કરતા હોય છે. હું સાચેસાચ કહું છું 1995માં હું ધારાસભ્ય હતો, અમને તો ઉત્તર ગુજરાતમાં લેઉવા-કડવા જેવો ભેદભાવ હોય એવી ખબર જ નહોતી. પરંતુ પાછળથી કોઈ કારણસર તેમાં રાજકારણ ભળ્યું હોય કે કોણ જાણે હું કોઈ અનુમાન નથી કરતો પણ જુદુ જુદુ બતાવવાનું ચાલુ થયું. ઉંઝા ઉમિયાધામ, પરીવાર ટ્રસ્ટ અને ખોડલધામ જેવી સંસ્થાઓ ફેવિકોલ જેવું બોન્ડીંગનું કામ કરી રહી છે. કોઈએ ભેદભાવ કરવાનો પ્રયાસ કર્યો હશે પણ કોઈ ભેદભાવ છે જ નહીં, ઉમિયા માતાના અને ખોડલમાતાના સમાજ પર કાયમ આશીર્વાદ છે’
Sponsored By
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.