• Gujarati News
  • National
  • LRD Recruitment Controversy, Gujarat Government Will Issue A New Circular On 13th February

LRD ભરતીમાં અનામતનો વિવાદ, આવતીકાલે રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
LRD પરિપત્ર સામે આંદોલન ચલાવી રહેલી મહિલાઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
LRD પરિપત્ર સામે આંદોલન ચલાવી રહેલી મહિલાઓની ફાઈલ તસવીર

અમદાવાદ: LRDની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના જીએડીએ બહાર પાડેલા તા.1-8-2018ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે મંગળવારે નમતું જોખી જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. આ અંગે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું છે કે, આવતીકાલે રાજ્ય સરકાર આ મુદ્દે નવો જીઆર બહાર પાડશે. અરજદારોની માંગણી નવી પોલિસી અંતર્ગત સંતોષાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમજ 18 ફેબ્રુઆરીએ નવો પરિપત્ર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે.

બિન અનામત વર્ગની પાસ થયેલી 254 મહિલાની હાઈકોર્ટમાં અરજી
તો બીજી બાજુ LRDમાં બિન અનામત વર્ગની પાસ થયેલી 1575 મહિલા ઉમેદવારો પૈકી 254 મહિલાઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મહિલા પરીક્ષાર્થીઓએ અરજીમાં રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક નિમણૂંક પત્ર આપવાની માંગણી કરી છે.