તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Livestock Will Be Caught Until The Stray Cattle Are Removed: Municipal Commissioner Nehra

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

96 ઢોર ગુમ થવા મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે કુલડીમાં ગોળ ભંગાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિપક્ષે કમિશનરને આવેદનપત્ર આપી   ગાય ચોર ભાજપ ના નારા સાથે વિરોધ કર્યો - Divya Bhaskar
વિપક્ષે કમિશનરને આવેદનપત્ર આપી ગાય ચોર ભાજપ ના નારા સાથે વિરોધ કર્યો

અમદાવાદ: શહેરના ઢોરવાડામાંથી 96 ગાય ગાયબ થવા મુદ્દે આજે ભાજપ, કોંગ્રેસ અને કમિશનરે કુલડીમાં ગોળ ભાંગ્યો છે. કોંગ્રેસ જ્યારે બે વાર રજૂઆત કરવા આવ્યા ત્યારે કમિશનર મળ્યા ન હતા. સવારે મેયર અને કમિશનર વચ્ચે બેઠક થઈ હતી. આજે કોંગ્રેસનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું. કમિશનર સામે સરકારમાં રજૂઆત કરવાની વાત કરતા મેયરે સવારે કમિશનર ઓફિસમાં બેઠક કરી લીધી હતી.અધિકારીઓ સામે પગલાં લેવાની
વાત કરતી કોંગ્રેસેની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે.

ઢોર અંકુશ વિભાગના અધિકારીઓ બેફામ 
આ અંગે વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે ગાયોના નામે મત લેનારના શાસનમાં ઢોર અંકુશ વિભાગના અધિકારીઓ બેફામ છે. આજે કમિશનરને મળી 96 ઢોર ગાયબ છે તેની સામે ફરિયાદની માંગ કરી છે પછી ખાતાકીય તપાસ માંગી છે. 7 દિવસમાં તપાસની કમિશનરે ખાતરી આપી છે.

ગાય ચોર ભાજપ ના નારા સાથે વિરોધ
આ મામલે વિપક્ષે કમિશનરને આવેદનપત્ર આપી ગાય ચોર ભાજપ ના નારા સાથે વિરોધ કર્યો હતો. વિજિલન્સ તપાસને બદલે પોલીસ તપાસની વિપક્ષે માગ કરી હતી. બીજી તરફ કમિશનરે મીડિયા કર્મીઓને સમગ્ર મામલાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.વિપક્ષ આવેદનપત્ર આપવા આવ્યો ત્યારે મીડિયાકર્મીઓને કવરેજ પપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

રખડતા ઢોરનો ત્રાસ દૂર નહીં થાય ત્યાં સુધી ઢોર પકડવામાં આવશેઃ મ્યુ.કમિ. નેહરા
આ પહેલા સવારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, એક વર્ષમાં 25 હજારથી વધુ ઢોર પકડવામાં આવ્યા છે અને આ વિવાદને ઉકેલવા માટે તંત્ર કામ કરી રહ્યું છે. રખડતા ઢોરનો ત્રાસ દૂર નહીં થાય ત્યાં સુધી કામ કરીશું. કોઈને પણ આવેદનપત્ર આપવું હોય તો આપવા આવી શકે છે. 

રસ્તા પર ઢોર છોડતા લોકો સામે પોલીસ કેસ પણ કરવામાં આવ્યા
નેહરાએ આગળ કહ્યું કે, એક વર્ષમાં શહેરમાંથી 25 હજાર રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. રસ્તા પર ઢોર છોડતા  લોકો સામે પોલીસ કેસ પણ કરવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 20 હજારથી વધુ ઢોરમાં RFID(રેડિયો ફિકવન્સી આ ઇડેન્ટિફિકેશન ડેટા) ટેગ લગાવામાં આવ્યા.ઢોરવાડામાં ગાયો ગુમ થવાની ફરિયાદ મળી હતી. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની વિજિલન્સ તપાસ કરવા સૂચના આપી છે કે કઇ રીતે ગણતરીમાં ભૂલ થઈ તે માહિતી મેળવામાં આવશે અને જે જવાબદાર અધિકારી હશે તેની સામે પગલા લેવામાં આવશે.મેયર અને ડેપ્યુટી કમિશનર વચ્ચે આવેદન પત્ર મામલે થયેલા ગજગ્રાહ મામલે મ્યિનિસિપલ કમિશનરે નિવેદન આપવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મેયરના આગ્રહ બાદ પણ ડેપ્યુટી કમિશનર આર્જવ શાહે આવેદનપત્ર લીધું નહોતું.

ચૂંટાયેલી પાંખનું માર્ગ દર્શન મેળવીએ છીએઃ મ્યુ.કમિશનર
જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અધિકારીઓ સાંભળતા ન હોવા અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે,ચૂંટાયેલી પાંખનું અમે માર્ગદર્શન મેળવીએ છે. મેયર સહિત તમામ ચૂંટાયેલી પાંખ સાથે મળીને વિકાસના કામ કરવામાં આવે છે.

શું છે મામલો
થોડા દિવસ પહેલા શહેરના ઢોરવાડામાં પૂરવામાં આવેલા ઢોર પૈસા લઈ બારોબાર મુક્ત કરી દેવાની ગંભીર ફરિયાદમાં વિજિલન્સ તપાસની માગણી બાદ મ્યુનિ.એ કરેલી તપાસમાં જ 96 ઢોર ગુમ થયાનું સામે આવ્યું હતું. આ તપાસ પછી શાસક પક્ષના નેતા અમિત શાહે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની માગણી કરી છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો