અમદાવાદ / સ્ટાફના અભાવે 2 કલાક સુધી લાઇસન્સની કામગીરી ઠપ

અરજદારોની ભીડ
અરજદારોની ભીડ

  • સુભાષબ્રિજ RTOમાં અરજદારોનો હોબાળો
  • રજૂઆત કરવા ગયેલા અરજદારોને સિક્યુરિટી ગાર્ડે અધિકારીઓને મળ‌વા ન દીધા 
  • આરટીઓ મુનિયાની કામગીરી ચાલુ રહી હોવાનો દાવો

Divyabhaskar.com

Sep 12, 2019, 04:49 AM IST

અમદાવાદ: સુભાષબ્રિજ આરટીઓમાં સ્ટાફના અભાવે કાચાં લાઇસન્સ ઉપરાંત રિન્યુ, ડુપ્લિકેટ, સુધારા સહિત પાકાં લાઇસન્સની કામગીરી બુધ‌વારે સવારે બે કલાક સુધી સંપૂર્ણ ઠપ થઇ ગઇ હતી. સવારે 10.30 વાગે કચેરીનો સમય છતાં બપોર 12.30 વાગ્યા સુધી સ્ટાફ હાજર નહીં હોવાથી કામ શરૂ થયું નહતું. અકળાયેલા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. અરજદારો રજૂઆત કરવા ગયા તો સિક્યુરિટી ગાર્ડે અધિકારીઓને મળવા દીધા નહીં. 700થી વધુ લોકોને મુશ્કેલી પડી હતી.

એક પણ સ્થળે સરકારી કર્મચારીઓ હાજર નહતાં
આ ઉપરાંત સર્વરને કારણે ઇપેમેન્ટ નહીં થતા લોકો પરેશાન થઇ ગયા હતાં. જોકે આરટીઓ એસ.પી.મુનિયાએ કામગીરી ચાલુ હોવાનો દાવો કર્યો હતો. મંગળવારે મહોરમની રજા હોવાથી બુધ‌વારે આરટીઓમાં લોકોની વધુ ભીડ હતી. ખાસ કરીને લાઇસન્સના કામ માટે લોકોની ભીડ વધુ હતી. સાથો સાથ આરસીબુકના કામ માટે પણ 100થી વધુ લોકો ઉપસ્થિત હતાં. પરંતુ એક પણ સ્થળે સરકારી કર્મચારીઓ હાજર નહતાં. કચેરીમાં સ્ટાફ હાજર નહીં હોવાથી આરટીઓ કચેરીમાં લાઇસન્સ વિભાગની બહાર અરજદારોની લાંબી લાઇનો જોવા મળી હતી.

અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપ્યો
કેચરીમાં 10.30 વાગે સ્ટાફે હાજર રહેવાનું હોય છે. પરંતુ 12.30 વાગ્યા સુધી ટેક્નિકલ સ્ટાફ સહિત સરકારી કર્મચારી હાજર ન હતાં. સ્ટાફ કયાં હતો? તેની પૂછપરછ કરતા અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સ્ટાફ હાજર નહીં હોવાથી આરટીઓ કચેરીમાં લાઇસન્સ વિભાગની બહાર અરજદારોની લાંબી લાઇનો જોવા મળી હતી.

X
અરજદારોની ભીડઅરજદારોની ભીડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી