ભાસ્કર વિશેષ / શુક્રવારથી શનિ મકરમાં; ધન, મકર, કુંભને સાડાસાતીની પનોતી, વૃષભ-કન્યા રાશિ અઢી વર્ષની પનોતીમાંથી મુક્ત

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • 24મીએ સવારે 9.54એ મકરમાં પ્રવેશ સાથે શનિ અઢી વર્ષ આ રાશિમાં રહેશે

Divyabhaskar.com

Jan 22, 2020, 11:33 AM IST
અમદાવાદ: 24 જાન્યુઆરીએ સવારે 9.54 મિનિટે શનિ ધન રાશિ છોડી પોતાની સ્વગૃહી મકર રાશિમાં પ્રવેશ કરશે અને 30 મહિના એટલે કે અઢી વર્ષ સુધી મકર રાશિમાં ભ્રમણ કરશે. આ સમયે ચંદ્ર પણ મકર રાશિમાં ભ્રમણ કરતો હોવાથી નાની મોટી પનોતી રચાય છે. ધન, મકર, કુંભ રાશિમાં સાડાસાતીની પનોતી શરૂ થશે. જો કે, વૃષભ અને કન્યા રાશિ અઢી વર્ષની નાની પનોતીમાંથી તેમજ વૃશ્ચિક રાશિ સાડાસાતીની પનોતીમાંથી મુક્ત થવા સાથે શનિની પીડા અને કષ્ટમાંથી પણ છૂટકારો મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ કાર્ય અને સફળતાનો દેવ ગણાય છે. જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર પનોતી દરમિયાન શનિ દેવ તમામ વ્યક્તિને પોતાના કાર્યો અનુસાર સારું-નરસું ફળ આપે છે અને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા પણ બનાવે છે. સાડાસાતીની પનોતીમાં ધન નાશ, દેવું, ઘર-પરિવારમાં ક્લેશ, ભાઈભાંડુ વચ્ચે ઘર્ષણ, વેપાર ધંધા નોકરીમાં નુકસાન થઈ શકે છે. પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે બંધનો આવે અચાનક સોદા રોકાઈ જાય કે તૂટી શકે છે.
ધનમાં ચાંદીના પાયે, મકરમાં સોનાના પાયે, કુંભમાં લોઢાના પાયે પનોતી
ધન :
સાડાસાતી પનોતીનો છેલ્લો અઢી વર્ષનો તબક્કો ચાંદીના પાયે શરૂ થશે. વેપાર ધંધા, નોકરી, આર્થિક લાભ મળે પણ શારીરિક-માનસિક ચિંતા રહ્યા કરે.
મકર : સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે પસાર થશે. જેથી વેપાર ધંધા નોકરી કે અન્ય આર્થિક કાર્યોમાં રુકાવટ કે નાના મોટા નુકસાન થઈ શકે. માનસિક શારીરિક અને આર્થિક સંકટ રહે. ઘરમાં વાદવિવાદ પણ થાય.
કુંભ : સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયે પસાર થતો હોવાથી ધંધામાં તકલીફ, નોકરીમાં રુકાવટ અને આર્થિક સંકટ કે આકસ્મિક ખર્ચા કે અણધાર્યા નુકસાન આવી શકે, તેમજ શારીરિક માનસિક ચિંતા, બેચેની રહ્યા કરે.
મિથુન-તુલા રાશિને માનસિક સંતાપ રહ્યા કરે
મિથુન :
અઢી વર્ષની નાની પનોતી તાંબાના પાયે શરૂ થશે. જે નાની મોટી
તકો અને નાના મોટા આર્થિક લાભ અપાવે, પરંતુ માનસિક અને શારીરિક સમસ્યા કરી શકે.
તુલા : અઢી વર્ષની નાની પનોતી લોઢાના પાયે શરૂ થતી હોવાથી વેપાર-ધંધામાં મુશ્કેલી આવે તેમજ આર્થિક, શારીરિક, માનસિક તકલીફ પણ આવી શકે.
વૃશ્ચિક, સિંહ, મીન માટે શનિનું ભ્રમણ શુભ
વૃશ્ચિક :
વેપાર ધંધા નોકરીમાં લોકોનો સપોર્ટ મળે પ્રગતિ થાય પ્રતિષ્ઠા વધે.
સિંહ : મકરનો શનિ છઠ્ઠો થતાં તમામ કાર્યોમાં યશ મ‌ળે. રોગ પીડામાંથી મુક્તિ મળે સાથે આર્થિક લાભ થાય.
મીન : આ મકર રાશિનું શનિ પરિભ્રમણ અગિયારમું થતાં વેપાર ધંધા નોકરી તેમજ કૌટુંબિક જગ્યા કે સમાજમાં મોટા લાભ થાય. યશ, નામના, પ્રતિષ્ઠા વધે. આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થાય.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી