તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુમકુમ મંદિરે 11 જાન્યુઆરીથી પતંગોત્સવ થયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શુભ મેસેજ સાથેનો મોટો પંતગ પણ તૈયાર કરવામાં આવ્યો છે

મણિનગર: શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પતંગ ચગાવતા દર્શન તા. ૧૧ થી ૧પ જાન્યુઆરી કુમકુમ મંદિર ખાતે આપશે. વિશાળ પંગતમાં ભારતના નકશાની કૃતિ કંડારવામાં આવી છે. ચાઈનીઝ અને કાચ મિશ્રિત કલરવાળી દોરીનો ત્યાગ કરીને, ઉત્તરાયણની ઉજવણી કરો, તેવા શુભ મેસેજ સાથેનો મોટો પંતગ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ર૧ ફૂટ લંબાઈ અને ૯ ફુટ ઉંચાઈ ધરાવતું પ્લેટફોર્મ અનેક પંતગોથી શણગારવામાં આવ્યું છે.

મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઉજવવામાં આવશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો ભારતના નકશાની કૃત્તિવાળો વિશાળ પતંગ ચગાવતા દર્શન પાંચ દિવસ સુધી આપશે. સવારે ૮ - ૦૦ થી ૧ર - ૦૦ અને સાંજે ૪ - ૦૦ થી ૯ - ૦૦ ભાવિક ભકતો માટે આ દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પંતગોત્સવ માટે - ર૧ ફૂટ લંબાઈ અને ૯ ફુટ ઉંચાઈ ધરાવતું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અનેક પતંગોની અંદર સારા મેસેજ લખવામાં આવ્યા છે. જેની અંદર વિશાળ ૪ ફૂટ ની લંબાઈ અને ૪ ફૂટની પહોળાઈ ધરાવતા પતંગની અંદર ચાઈનીઝ અને કાચ મિશ્રિત કલરવાળી દોરીનો ત્યાગ કરીને, ઉત્તરાયણની ઉજવણી કરો,તેવા શુભ મેસેજ સાથેનો મોટો પંતગ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

આ ઉત્તરાયણ પર્વ કુમકુમ મંદિરમાં શા માટે ઉજવવામાં આવે છે તે અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત ગ્રંથની અધ્યાત્મિક રીતે પતંગ કેવી રીતે ચગાવવા જાઈએ તે અંગો સંદેશો આપતા જણાવ્યું છે કે,આપણે જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસ–પાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૂપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિરૂપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જાઈએ. ઘણા પતંગ દિશા વગર અહીં તહીં ઊડીને ફાટી જાય છે. તેમ આપણું જીવન દિશા વગરનું ન હોવું જાઈએ પણ ઉત્કૃષ્ટ ધ્યેયવાળું હોવું જાઈએ. જેમ પતંગનો ઢઢ્ઢો અક્કડ હોય તો તે પતંગ સારી રીતે ઊડી શકતો નથી. પરંતુ નમ્ર ઢઢ્ઢાવાળો પતંગ સારી રીતે ઊડી શકે છે. તેમ આપણે જીવનમાં આગળ વધવું હોય તો નમ્ર બનવું જાઈએ.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો