કેમ છો ટ્રમ્પ / મોટેરા સ્ટેડિયમમાં આમંત્રણ વિના એન્ટ્રી નહીં, 3 કલાક પહેલા પ્રવેશ લઈ લેવો પડશે, પાણીની બોટલ પણ નહીં લઈ જવાય

kem cho trump, No entry without invitation to Motora Stadium,10 thousand police protection

  • સ્ટેડિયમ પાસે 1.5 કિલોમીટર વિસ્તારમાં 28 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે
  • પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાતે જશે

Divyabhaskar.com

Feb 15, 2020, 02:54 PM IST

અમદાવાદ: ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની અમદાવાદની મુલાકાતને લઈ પોલીસે તૈયારીઓ કરી દીધી છે. કાર્યક્રમને લઈ DCP વિજય પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. 25 ips, 200 pi, 800 psi, 10000 પોલીસ કર્મીઓ સહિતનો બંદોબસ્ત 24 ફેબ્રુઆરીએ રહેશે. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સાથે જ મોટેરા સ્ટેડિયમ પાસે 1.5 કિલોમીટર વિસ્તારમાં 28 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં આમંત્રણ વિના કોઇપણને એન્ટ્રી મળશે નહીં. કાર્યક્રમના ત્રણ કલાક પહેલા જ આમંત્રિત લોકોએ પ્રવેશ લઈ લેવો પડશે. સાથે સ્ટેડિયમમાં પાણીની બોટલ તેમજ ખાણીપીણી સહિતની વસ્તુઓ લઈને જવા નહિ દેવાય.
અલગ અલગ જિલ્લામાંથી નામજોગ આમંત્રણ આપવામાં આવ્યાં

પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાતે જશે. ત્યારમાં એક મોટા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો બાદ ટ્રમ્પ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે. સ્ટેડિયમ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અલગ અલગ જિલ્લામાંથી નામજોગ આમંત્રણ આપ્યા છે તેમને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. પોલીસના કાફલાની સાથે Nsgની પણ ટીમો અલગ અલગ જગ્યાએ તહેનાત રહેશે.

120 જેટલા DFMD કેમેરા લોકોને સ્કેન કરશે

લોકો અંદર પ્રવેશવા માટે 120 જેટલા DFMD કેમેરાથી લોકોને સ્કેન કરી અને અંદર પ્રવેશ આપવામાં આવશે. 1 DFMD કેમેરાથી 10,000 લોકોને સ્કેન કરી ચેક કરી અને અંદર પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં L&Tની જે પણ કામગીરી ચાલે છે તેની કામગીરી બે દિવસ પહેલા બંધ કરી ખાલી કરાવી દેવામાં આવશે. 200થી 300 ટેક્નિકલ લોકો L&Tનો સ્ટાફ હાજર રહેશે. જેનું વેરિફિકેશન કરવામાં આવશે. તેઓનું વેરિફિકેશન બાદ જ પાસ આપવામાં આવશે.

X
kem cho trump, No entry without invitation to Motora Stadium,10 thousand police protection

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી