તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમલેશ તિવારી બાદ હિન્દુવાદી નેતાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ સનાતન સંઘના રાષ્ટ્રીય મહાસચિવ ઉપદેશ રાણાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ: ઉત્તરપ્રદેશમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા બાદ કેટલાક હિન્દુવાદી નેતાઓને ધમકીઓ મળી રહીં છે. વિશ્વ સનાતન સંઘના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વિદેશના નંબર પરથી ફોન કરવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનમાં ઉપદેશ રાણાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ધમકીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

11 નવેમ્બરે અજાણ્યા નંબરથી કોલ આવ્યો
સુરતના દેલવાડાના રહેવાસી અને વિશ્વ સનાતન સંઘના રાષ્ટ્રીય મહા સચિવ તેમજ રાણા યુથ ઓર્ગેનાઈઝેશન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા 10 નવેમ્બરના રોજ અમદાવાદ આવી નરોડાની શેખાવત હોટલમાં રોકાયા હતા. 11 નવેમ્બરે રાતે તેમના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તું ઘર પર હે યા નીચે હે તુજે કેસે મરના હે દફનાના હે સ્મશાન તેરે પાસ દો રસ્તે હે, તુને કભી ગોસ્ટ ખાયા હે ? તેમ કહી ગાળો આપી અને ધમકી આપી હતી.

મુંબઈ બોલાવ્યો
ત્યારબાદ ફરી ફોન આવ્યો હતો જેમાં મેં દુબઇ સે બોલ રહા હું તું મુંબઈ વિટી સ્ટેશન પર મિલ મેં દુબઇ સે ફ્લાઇટ મેં મુંબઈ આ રહા હું , તુજે જાન સે મારના હે તેવી ધમકી આપી હતી. એક કલાક બાદ ફરી અન્ય નંબર પરથી ફોન કરી અને તેરા ટાઈમ ભી પુરા હો ગયા હે  તું ભી મરેગા કહી ધમકી આપી હતી. જેના પગલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી

એક મહિનામાં શોધીને મારવાની ધમકી
ઉપદેશ રાણાને 21 ઓક્ટોબરના રોજ પણ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ફોન પર અજાણ્યા શખ્સએ જેમ કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી છે તેમ તને પણ એક મહિનામાં શોધી અને મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેની ઉજ્જૈનના માકડોન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ હતી. પહેલા પણ આવી અનેક ધમકીઓ ઉપદેશ રાણાને ધમકી મળી ચુકી છે.