અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવાના કેસમાં જિજ્ઞેશ મેવાણી મેટ્રો કોર્ટમાં મંગળવારે હાજર ન રહેતા વોરંટ ઈશ્યૂ કર્યું હતું. મેવાણીને મોડા આવવા બદલે કોર્ટે રૂ.200નો દંડ કર્યો હતો અને વોરંટ રદ કર્યું હતું. 31 ઓગસ્ટે ચાજફ્રેમ થશે.
31 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ ફ્રેમ કરાશે
દલિત સમાજની કેટલીક માંગણી મામલે દલિત સમાજે આંદોલન કર્યું હતું. 11 જાન્યુઆરીએ સાંજે જિજ્ઞેશ મેવાણી સહિત કાલુપુર રેલવે સ્ટેશન પર 2 હજાર લોકો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમા રાજધાની એકસપ્રેસના એન્જિન પર ચઢીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધને લીધે મુસાફરોને મુશ્કેલી પડી હતી. દરમ્યાનમાં રેલવે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેના લીધે આરપીએફ ઈન્સ્પેક્ટરે આંદોલનકારી સામે ફરિયાદ નોંધાવી હતી. તેના ભાગરૂપે જિજ્ઞેશ સહિતના 30 લોકો સામે મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. ત્યારબાદ મંગળવારે કેસ ચાલવા પર આવ્યો હતો. પરતું જે-જે આરોપી કોર્ટમાં મોડા આવ્યા તેમની સામે વોરંટ ઈશ્યૂ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.