તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Janta Raid On Desi Daru Yard In Ranip Of Ahmedabad, Womens Says police Come To Drink And Take Bribe

રાણીપમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ, મહિલાઓએ કહ્યું-પોલીસ જ દારૂ પીવા અને હપ્તા લેવા આવે છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
જનતા રેડમાં મહિલાઓ પણ જોડાઇ.

અમદાવાદઃ રાજ્યમાં કડક દારૂબંધી હોવાની ગુલબાંગો વચ્ચે આજે શહેરના રાણીપમાં આવેલા મગનપુરામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ થઈ હતી. રેડ કરનારા લોકોએ લારીમાં દેશીદારૂ ભરીને સરઘસ કાઢ્યું હતું. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના ઘરની નજીક જ મગનપુરા આવેલું છે અને ત્યાંથી જ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. જેને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. તેમજ આ અંગે પોલીસને જાણ થતાં રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક મહિલાઓ મુજબ, દારૂ પીવા આવતા લોકો અશ્લિલ હરકતો અને યુવતીઓની છેડતી કરતા હતા. તેમજ પોલીસ જ દારૂ પીવા અને હપ્તા લેવા માટે આવે છે.
આ ઘટનાને પગલે ડીસીપી ઝોન 2 ધર્મેન્દ્ર શર્મા અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ રાણીપ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે. ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે મગનપુરા વિસ્તારમાં લોકોએ રેડ પાડી છે. કોને ત્યાં અને કોણ દારૂનો ધંધો કરતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો