તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • IT Issued A Notice To 500 Jewelers Who Counted Financial Transactions During The Lease

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટબંધી વખતે કરેલા નાણાકીય વ્યવહારોને આવક ગણી 500 જ્વેલર્સને ITએ નોટિસ ફટકારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ડિમાન્ડ નોટિસ ફટકારતા શહેરના સોનીઓમાં ફફડાટ

અમદાવાદઃ તાજેતરમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના જ્વેલર્સને વર્ષ 2017-18ના આકરણી વર્ષની નોટિસો પાઠવવામાં આવી છે, જેમાં વેપારીઓએ નોટબંધી સમયે કરેલા વ્યવહારો તેમજ બેંકમાં કરેલા રોકડ વ્યવહારોને આવક ગણીને તેના પર પેનલ્ટી પાઠવવામાં આવી છે. શહેરના 300 કરતાં વધારે જ્વેલર્સોને આ નોટિસ પાઠવવામાં આવી છે, જેની સામે જ્વેલર્સ એસોસિએશન દ્વારા સીબીડીટીના ચેરમેનને રજૂઆત કરવા માટે સમય માગ્યો હતો.

રકમ નહીં ભરે તો મિલકત સીઝ થવાની શક્યતા
કેન્દ્ર સરકારે 8 નવેમ્બર 2016માં નોટબંધી જાહેર કર્યા બાદ રૂ. 500 અને રૂ. 1 હજારની ચલણી નોટોમાં રોકડના વ્યવહારો કરનાર અને બેંકમાં કરોડોની જૂની નોટો જમા કરાવનાર સોનીઓને હાઇપિચ એસેસમેન્ટ અંતર્ગત જંગી રકમની ડિમાન્ડ નોટિસ ફટકારતા સોનીઓ પરેશાન થઇ ગયા છે. આઇટી વિભાગે અમદાવાદમાં 500 જેટલા જ્વેલર્સને અંદાજે રૂ. 500 કરોડ સહિતના ગુજરાતમાં એક હજારથી વધુ જ્વેલર્સને રૂ. 1 હજાર કરોડની ડિમાન્ડ નોટિસો આપી છે તેમ જ ભારતમાં હાઇપિચ એસેસમેન્ટ હેઠળ 10 હજારથી વધુ જ્વેલર્સને રૂ. 12 હજાર કરોડની ડિમાન્ડ નોટિસ આપી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ ફટકારીને 30 દિવસમાં ડિમાન્ડની રકમ ભરી દેવા જણાવ્યું છે. જો ડિમાન્ડ મુજબની રકમ ન ભરે તો તેમના બેંક એકાઉન્ટ મિલકત સીઝ થવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો