ટાર્ગેટ પૂરો કરવા માટે કરદાતાઓને કુલ ટેક્સની 20% રકમ ભરવા ITનું દબાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 60 હજારના ટાર્ગેટ સામે ડિપાર્ટમેન્ટે માત્ર 36 હજાર કરોડ કલેક્શન કર્યું છે
  • વેપારીઓના બેન્ક એકાઉન્ટ અને પ્રોપર્ટી પર ટાંચ મૂકવાનું શરૂ કરાયાનો આક્ષેપ

અમદાવાદઃ આઈટી ડિપાર્ટમેન્ટને રૂ. 60,407 કરોડનો ટાર્ગેટ અપાયો છે. જેની સામે ઇન્કમટેક્સે અત્યાર સુધીમાં માત્ર રૂ.36,522 કરોડની ટેકસ કલેક્શન કર્યું છે. જ્યારે બાકીના 23,885 કરોડનો ટાર્ગેટ પૂરો કરવા માટે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કરદાતાઓને કુલ ટેક્સની 20 ટકા રકમ ભરી દેવા માટે દબાણ કરી રહ્યાં છે. જ્યારે નિષ્ણાતોના જણાવ્યા મુજબ દરેક કરદાતાઓની બાકી રહેલી રકમના 20 ટકા ભરવી જરૂરી નથી છતાં અધિકારીઓ દ્વારા રજાના દિવસે પણ પઠાણી ઉઘરાણી કરતા રાજ્યના વેપાર ધંધા પર માંઠી અસર પહોંચી રહી છે.

30થી 40 હજારની આવક સામે કરોડો રૂપિયાની ડિમાન્ડ 
ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને માત્ર ત્રણ દિવસની નોટિસ પાઠવીને જવાબ માગવામાં આવ્યા હતા. જો ત્રણ દિવસમાં કરદાતાઓ જવાબ ન આપે તો ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કરદાતાઓના ઓફિસ અને રહેઠાણ પર મુલાકાત કરે છે. આ અંગે જીસીસીઆઇએ રજૂઆત કરી હોવા છતાં ડિપાર્ટમેન્ટ આ રજૂઆતોને ધ્યાનમાં લીધા વગર કરદાતાની બાકી રહેલી ડિમાન્ડ માટે દબાણ કરે છે. જ્યારે ઘણા કિસ્સાઓમાં તો કરદાતાઓની આવક મહિને 30થી 40 હજાર સામે ડિમાન્ડ કરોડો રૂપિયાની કરાઈ છે. આવા કરદાતા અને વેપારીઓના બેન્ક એકાઉન્ટ પર જપ્તી મુકાતા વેપારીઓના ધંધા રોજગાર બંધ થઇ ગયા છે.

આવક એટલો નફો ગણીને ટેકસ ભરવા દબાણ કરે છે
શહેરના એક જ્વેલર્સે પોતાનું નામ જાહેર ન કરતા જણાવ્યું કે, નોટબંધીના સમગ્ર વર્ષ દરમિયાન બેંકમાં જમા કરલી રકમને ડિપાર્ટમેન્ટે ઇન્કમ ગણીને  તેના પર 30 ટકા ટેકસ અને 30 ટકા વ્યાજ પેનલ્ટી સાથે રૂ. 5 કરોડના ટેકસ ભરવાની નોટિસ આપી છે. આ અંગે રજૂઆત કરવા જતા અધિકારીઓ પહેલા 20 ટકા રકમ ભરવા દબાણ કરે છે.