તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Indoor Pollution 30% Higher Than Outdoor, Survey Of Indoor Air Quality For The First Time In The Country

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરની બહાર કરતાં અંદરનું પ્રદૂષણ 30 ટકા વધારે, દેશમાં પહેલી વાર ઈન્ડોર એર ક્વોલિટી પર સરવે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અમદાવાદ, ગાંધીનગરમાં 251 રહેણાક, કોમર્શિયલ, હોસ્પિટલ, મોલ, થિયેટરમાં સરવે કરાયો
 • ઈન્ટિરિયરને કારણે પ્રદૂષણનું જોખમ વધારે, ઈન્ડોર એર ક્વોલિટી ઇન્ડેક્સ 50-70 પોઈન્ટ હોવો જોઈએ, તેની સામે 100થી વધુ આવ્યો

અમદાવાદઃ ભારતમાં હવાના પ્રદૂષણનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે ત્યારે તાજેતરમાં અમદાવાદ-ગાંધીનગરમાં કરાયેલા એક સરવે મુજબ બહાર કરતા ઘર, હોસ્પિટલ, ઓફિસ કે હોટલની અંદર 30 ટકા કરતા વધારે હવાનું પ્રદtષણ જોવા મળ્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ અંદરનું ઇન્ટિરિયર અને લગાવેલા એસીમાં એર પ્યુરિફાયરની ખરાબી સામે આવી છે. દેશમાં પહેલીવાર ઈન્ડોર એર ક્વોલિટી સરવે ગુજરાતમાં કરાયો છે. ઈન્ડોર અેર ક્વોલિટી ઈન્ડેક્સ 50-70 પોઈન્ટનો હોવો જોઈએ તેની સામે 100થી વધુ આવ્યો જે ખરાબ બાબત છે. 

બે દિવસનો સેમિનાર યોજાશે
ઇન્ડિયન સોસાયટી ઓફ હિટિંગ, રેફ્રીજરેટિંગ એન્ડ એરકન્ડિશનિંગ એન્જિનિયર્સ (ઇશરે) દ્વારા 17, 18 જાન્યુઆરીએ અમદાવાદમાં ઇનડોર એર ક્વોલિટી વિષય પર સેમિનારનું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સમાં દુનિયાભરના નિષ્ણાતો હવાની કથળતી ગુણવત્તા અને તેની અંદરની હવા ઉપર થઇ રહેલી અસર અંગે ચર્ચા કરશે. ઇશરે અને એસરે દ્વારા આયોજિત આ કોન્ફરન્સ અંગે ચેરમેન પંકજ ધારકરે જણાવ્યું કે, હાલમાં અમે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પાસે શહેરના 251 બિલ્ડિંગમાં ઇન્ડોર એર ક્વોલિટી ઉપર સરવે કરાવ્યો હતો.  

બે મહિના સુધી સર્વે કરવામાં આવ્યો
સર્વેમાં હોસ્પિટલ, રેસ્ટોરાં, હોટેલ, કોર્પોરેટ ઓફિસ, હાઉસ તેમજ એજ્યુકેશન સંસ્થાઓમાં બે મહિના સુધી સરવે કરાયો હતો. જેમાં 70 ટકા ઓફિસ અને 30 ટકા મકાનો સામેલ હતા. હવાનું પ્રદૂષણ બહાર કરતાં અંદર 30 ટકા વધારે જોવા મળ્યું હતું. હોસ્પિટલમાં સ્વચ્છતા છે પરંતુ ત્યાં સૌથી વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ  ઊંચો જોવા મળ્યો છે. આ બધા પાછળનું મુખ્ય કારણ ઈન્ટીરિયર, દીવાલ પરનો પેઇન્ટ તેમજ એસીનું ફિલ્ટર વધારે પ્રદૂષણ કરતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત પાસે ઇન્ડોર એર ક્વોલિટી અંગે રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ નથી પણ સમારંભના હિસ્સા તરીકે એન્જિનિયરિંગના સ્ટુડન્ટસ ચેપ્ટર્સ અને આર્કિટેક્ચરલ સોસાયટીનો સહયોગ લેવાયો છે. 

ACનું ટેમ્પરેચર 24 સુધી રાખવા ભલામણ
દેશમાં એસીનું ઉત્પાદન 24 ડિગ્રી સુધી લાવવા માટે બીઆઇને ભલામણ કરી છે. આ ઉપરાંત દેશના નાગરિકોને વિનંતી કરીએ છીએ છે કે અત્યારે એસી જે ટેમ્પરેચર પર ચલાવો છે તેના કરતા એક ડિગ્રી ઓછું કરીને ચલાવા માટે જણાવીએ છીએ. - પંકજ ધારકર, પ્રેસિડેન્ટ, ઇશરે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો