અમદાવાદ / IT ટ્રેકર સોફટવેરથી આવક અને ખર્ચ પર નજર રાખશે ઇન્કમટેક્સ વિભાગ 

Income Tax Department will track income and expenses from IT tracker software

  • આધાર-પાન કાર્ડ લિંક હોવાથી વિગત મળશે
  • નવું સોફ્ટવેર એપ્રિલ 2020થી લાગુ થઈ જશે

Divyabhaskar.com

Jul 22, 2019, 06:35 AM IST

અમદાવાદ: ઇન્કમટેક્સે નવા વિકસાવેલા ટ્રેકર નામના સોફ્ટવેરથી કરદાતાના આવક અને ખર્ચ પર નજર રાખશે. આધાર કાર્ડ અને પાન કાર્ડથી લીંક થયેલા હોવાથી કોઈપણ વ્યવહાર થશે તો ટ્રેકર તરત તેને સ્કેન કરીને કરદાતાના એકાઉન્ટમાં અપડેટ કરી દેશે. કરદાતાએ મોટી રકમના ખર્ચ કર્યા હશે અને તેની જાણકારી રિટર્નમાં ન બતાવી હોય તો આ સોફટવેર તેની જાણકારી આપી દેશે. આ સોફટવેર એપ્રિલ 2020થી લાગુ થઇ જશે.

સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ પર નજર

ઇન્કમટેકસનું ટ્રેકર સોફટવેર મોટા ડેટામાંથી ખર્ચ પર ટેક્સ લેવા માટે ડિપાર્ટમેન્ટને સૂચન કરશે. કરદાતાએ વિદેશમાં મુસાફરી કરી હોય અને સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ પોસ્ટ કર્યા હોય, વૈભવી કાર, આવક કરતા વધારે ખરીદી કે ખર્ચાની માહિતીનો આવકવેરા વિભાગ સોફટવેરથી વિશ્લેષણ કરીને તપાસ કરશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

બેલ્જિયમ, કેનેડામાં આ સોફ્ટવેર કાર્યરત

આ સોફટવેર ટેક્સ ચોરી પકડાવા, વળતર ફાઇલ કરવા અને કર ચૂકવવા અને લોકોની સંખ્યામાં વધારો કરવામાં મદદ કરશે. આ સોફટવેર બેલ્જિયમ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ટેક્સ ચોરી રોકવા માટે પહેલાથી ઉપયોગ કરી રહ્યાં છે.

X
Income Tax Department will track income and expenses from IT tracker software
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી