તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદની કંપની સહિત 18 કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે. જેને પગલે સરકાર અને મ્યુનિસિપલ તંત્ર કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરી રહ્યું છે. જેને પગલે અમદાવાદની એક કંપની સહિત 18 કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી છે.

કોરોનાની ટેસ્ટ કિટ બનાવવાનું પ્રથમ લાઈસન્સ અમદાવાદની કંપનીને 
તેમજ અમદાવાદની કંપનીને કોવિડ-19 ટેસ્ટ કીટ બનાવવાનું લાઇસન્સ CDSCO ( સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન)તરફથી મળી ગયું છે. આ પ્રકારનું લાઈસન્સ મેળવનારી આ કંપની દેશની પ્રથમ કંપની છે. કંપનીનો દાવો છે કે આ કીટ માત્ર અઢી કલાકમાં કોરોનાના લક્ષણો શોધી કાઢશે. આ કંપની દેશમાં અત્યાર સુધીની એક માત્ર એવી કંપની છે જે કોરોનાનો ટેસ્ટ કરવા માટે RRT-PCR મશીનમાં વપરાયેલી રીએજન્ટ કીટનું  ઉત્પાદન કરી શકશે.

પહેલા અમેરિકામાં કિટ વિકસાવી હતી
અમદાવાદમાં રજીસ્ટર થયેલ અને વડોદરાના રનોલીમાં મનુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવતા કો સારા ડાયગ્નોસ્ટિક્સ પ્રા. લિ. ને મંગળવારે કીટ બનાવવાનું લાઇસન્સ મળ્યું હતું. જે અરજી CDSCOએ એક મહિના પછી મંજૂર કરી હતી. આ કંપનીએ યુ. એસ.માં પરિક્ષણ કીટ વિકસાવી હતી અને હવે તે ભારતમાં આ કીટનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરી રહી છે,  કારણ કે ભારત અત્યાર સુધી બીજા દેશમાંથી ટેસ્ટિંગ કીટની આયાત કરતું હતું.

કિટ બેથી અઢી કલાકમાં પરિક્ષણ કરી આપશે
કો સારા ડાયગ્નોસ્ટિક્સના સી.ઈ.ઓ, મોહન કાર્તિકેયે જણાવ્યું કે અમને CDSCO તરફથી લાઇસન્સ મળી ગયું છે અને ટૂંક સમયમાં અમે કીટનું ઉત્પાદન શરૂ કરી દઈશું. હાલ અમે યું.એસ.ના અમારા ભાગીદાર પાસેથી કાચો માલ મંગાવી લીધો છે, જે ટૂંક સમયમાં આવી જશે. તેમની કંપનીનો દાવો છે કે  જે ICMR અને તેની લેબ્સ 5 કલાકમાં કોરોનાના સંક્રમણનું પરીક્ષણ કરે છે તેની તુલનામાં એમની રીએજન્ટ કિટ બેથી અઢી કલાકમાં પરિક્ષણ કરી આપશે.

કીટ કેવી રીતે ઝડપથી કામ કરે છે
આ કીટ કેવી રીતે ઝડપી કામ કરી આપે છે તે પૂછતા સારાભાઇએ જણાવ્યું કે અમારી પાસે પેટન્ટ વાળા ખાસ સોફ્ટવેર છે, જેમાં અત્યારે ઉપયોગમાં લેવાતાં ઉપકરણો કરતા ઝડપી ડાયગ્નોસ્ટિક ટાઈમ ફ્રેમ હોય છે. જેના મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ માટે ફેબ્રુઆરીમાં અરજી કરી દેવાઈ હતી. સરકારને આ કીટ કયા ભાવે વેચવામાં આવશે તે અંગે સારાભાઇએ કંઈપણ કહેવાનો ઇન્કાર કરતા કહ્યું કે અત્યારે જે ભાવે સરકાર બીજા દેશ પાસેથી કીટ ખરીદે છે તેના કરતાં એમની કીટ ચોક્કસ પણે વ્યાજબી દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...