RTOમાં 300ની સામે1100ને એપોઈન્ટમેન્ટ અપાતા હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ આરટીઓ- ફાઈલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ આરટીઓ- ફાઈલ તસવીર
  • પાકા લાઈસન્સ માટે NICની ભૂલના કારણે વધુ 800 લોકોને બોલાવ્યા
  • સુભાષબ્રિજ RTOમાં અરાજકતા મચતાં પોલીસ બોલાવાઈ

અમદાવાદ: સુભાષબ્રિજ આરટીઓમાં મંગળવારે પાકાં લાઇસન્સ માટે વાહન ટેસ્ટની 300ના બદલે 1100 એપોઇન્ટમેન્ટ અપાતા સવારે 10.30 વાગે ભારે હોબાળો થયો હતો. નેશનલ ઇન્ફર્મેટિક સેન્ટર (એનઆઇસી)ની ભૂલનો ભોગ બનનાર અરજદારોએ રોષ ઠાલવ્યો હતો. અંતે પોલીસ બોલાવી પડી હતી. હોબાળા બાદ અધિકારીઓએ ફાળવેલી એપોઇન્ટમેન્ટથી કેટલાય અરજદારો હવે ત્રીજીવાર વાહન ટેસ્ટ આપી શકશે નહીં. 1100 અરજદારો પાકાં લાઇસન્સ માટે વાહન ટેસ્ટ આપવા પહોંચી ગયા હતાં. શરૂઆતમાં અધિકારીઓ જવાબ આપતા નહતાં. અરજદારોએ હોબાળો મચાવતા પોલીસે બંને પક્ષને સમજાવ્યા હતાં. આ પછી અધિકારીઓએ જે લોકોની કાચાની મુદ્દત પૂરી થતી હતી, તે લોકોને મંગળવારે જ વાહન ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ આપી દીધી હતી. આ સિવાયના લોકોને રવાના કરી દીધા હતાં.

તમામ અરજદારને એપોઇન્ટમેન્ટ અપાઇ 
એનઆઇસીની ભૂલ છે. હોબાળા બાદ કાચાં લાઇસન્સની તારીખ નજીકમાં પૂરી થતી હોય તેવા તમામ અરજદારોને એપોઇમેન્ટ અપાઇ છે. લોકોના મોબાઇલ પર એપોઇન્ટમેન્ટનો મેસેજ આવી ગયો છે. વાહન ટેસ્ટ માટે સવારે 9.00 વાગે કચેરી ખૂલી જાય છે. > એસ.એ.મોજણીદાર, સુભાષબ્રિજ એઆરટીઓ