અમદાવાદ / IIM-Aને ફાઇનલ પ્લેસમેન્ટમાં કંપનીઓએ પસંદ થયેલા દરેક ઉમેદવાર દીઠ રૂ. 2.25 લાખ ફી ચૂકવી

IIM-A ની ફાઇલ તસવીર
IIM-A ની ફાઇલ તસવીર

  • પ્લેસમેન્ટની પ્રક્રિયા કેમ્પસમાં તૈયાર થયેલા ખાસ સોફ્ટવેર દ્વારા કરાય છે 

Divyabhaskar.com

Nov 09, 2019, 03:14 AM IST

અનિરુદ્ધસિંહ પરમાર, અમદાવાદ: IIM અમદાવાદમાં છેલ્લા 10 વર્ષથી સમર પ્લેસમેન્ટની તમામ પ્રક્રિયા કેમ્પસમાં જ તૈયાર ખાસ સોફ્ટવેર દ્વારા કરાય છે. 2019ના ફાઇનલ પ્લેસમેન્ટ માટે કેમ્પસમાં આવેલી કંપનીઓએ પસંદ થયેલા દરેક ઉમેદવાર દીઠ IIMને 2.25 લાખ રૂપિયા ફી ચૂકવી હતી. વિવિધ સેક્ટરની કંપનીઓમાં 388 ઉમેદવારોએ પ્લેસમેન્ટ મેળવ્યું હતું. દર વર્ષે અમુક કેટેગેરીની કંપનીઓને ફીમાંથી મુક્તિ મળે છે. આગામી ફાઇનલ પ્લેસમેન્ટ ફ્રેબ્રુઆરી,2020માં યોજાશે. પ્લેસમેન્ટની તમામ માહિતી પણ ગુપ્ત હોય છે. દરેક વિદ્યાર્થીના નામની વિન્ડો હોય છે. પ્લેસમેન્ટ સ્વીકારે એ સાથે તેના નામની વિન્ડો બંધ થઇ જાય છે.
કંપનીને ફાયદો: આ વર્ષના સમર પ્લેસમેન્ટથી કંપનીને ટેબ્લેટ અપાયા છે દરેક કંપની ચોક્કસ દિવસે એક સાથે એ જ સેક્ટરની કંપનીઓ પ્લેસમેન્ટ માટે હાજર રહે છે. ફાઇનલ પ્લેસમેન્ટમાં કંપનીઓ ઉમેદવાર દીઠ આઇઆઇએમને નક્કી કરેલી ફી ચૂકવવાની રહે છે. સમર પ્લેસમેન્ટ માટે કંપનીઓ પાસેથી ચાર્જ લેવાતો નથી.
વિદ્યાર્થીને ફાયદો: વિદ્યાર્થી પ્લેસમેન્ટ સ્વીકારે તો ઓનલાઇન વિન્ડો બંધ થશે. મૂંઝવણ હોય તો 3 કલાક અપાય છે. અન્ય ઓફર લે તો અગાઉની ઓફર રદ થશે. સમગ્ર પ્રક્રિયા ક્લસ્ટર આધારિત હોવાથી જો ક્લસ્ટર 1માં પ્લેસમેન્ટ સ્વીકાર્યું અને ત્યારબાદના ક્લસ્ટરમાં તે જોડાવવા ઇચ્છે છે તો ડ્રીમ એપ્લિકેશન કરવાની રહે છે.
પ્લેસમેન્ટ રિપોર્ટ એજન્સી પાસે ઓડિટ કરાવાય છે
પ્લેસમેન્ટ કમિટિના ચેરપર્સન પ્રો. અમિત કર્ણાએ જણાવ્યુ હતુ કે, આઇઆઇએમ અમદાવાદ એક માત્ર સંસ્થા છે કે જે પોતાના પ્લેસમેન્ટનો ફાઇનલ રિપોર્ટ એક્સટર્નલ એજન્સી પાસે ઓડિટ કરાવીને જાહેર કરે છે. જેથી ડેટા અને માહિતીમાં કોઇ ક્ષતિ ના રહે. આ ઓડિટ રિપોર્ટમાં ઝીણવટભરી બાબતોનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રક્રિયા ઓટોમેશન હેઠળ હોવાથી વિદ્યાર્થીઓ અને કંપનીઓની માહિતી સોફ્ટવેર પુરતી જ સિમિત રહે છે. સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થી અને કંપનીને સંયુક્ત રીતે લાભ થાય.

X
IIM-A ની ફાઇલ તસવીરIIM-A ની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી