શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ ઉકળાટ, બફારાથી નાગરિકો હેરાન પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ વસ્યો

અમદાવાદ: વાયુ વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો રહ્યો છે. અમદાવાદમાં બપોરથી વરસાદની શરૂઆત થઇ ગઇ છે. એસ જી હાઈવે, પ્રહલાદનગર, સાબરમતી સહિતના વિસ્તારોમાં વરસાદ ની શરૂઆત થઇ ગઇ છે. 

વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં અમદાવાદમાં કુલ સરેરાશ 18.72 મી.મી જેટલો વરસાદ નોંધાયો છે. ભારે ગરમી બાદ વરસાદ પડવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાંથી ગરમીમાં વધારો થતા નાગરિકો બફારાના કારણે હેરાન પરેશાન થઇ ગયા હતા. 

ક્યાં કેટલો વરસાદ

ઝોન કુલ વરસાદ
પૂર્વ ઝોન 7.50 મી.મી
પશ્રિમઝોન 18.76 મી.મી
ઉત્તર પશ્રિમઝોન 20.25 મી.મી
દક્ષિણ પશ્રિમઝોન 29.00 મી.મી
મધ્ય ઝોન 9.50 મી.મી
ઉત્તરઝોન 27.35 મી.મી
દક્ષિણ ઝોન 18.75 મી.મી
સરેરાશ વરસાદ 18.72 મી.મી