• Gujarati News
  • National
  • In Madhya Gujarat, Saurashtra And South Gujarat Waters, Vadodara Is At Risk Of Floods

મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પાણીમાં, વડોદરા પર પૂરનો ખતરો, રસ્તાઓ નદીઓમાં ફેરવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ભાગ્યે જ એવા કોઇ વિસ્તાર હશે જ્યાં મેઘરાજાની એન્ટ્રી નહીં થઇ હોય. ત્યારે કેટલાક એવા વિસ્તારો પણ સામે આવ્યાં છે જ્યા ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતમાં છે, ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો નંબર આવે છે. ભારે વરસાદથી સૌથી વધારે હાલાકી નિચાણવાળા વિસ્તારોને ભોગવવી પડ્યું છે. પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા માલ-સામાનને ભારે નુકસાન થયું હતું. જોકે આવી કપરી પરિસ્થિતીમાં પોલીસ અને એનડીઆરએફની ટીમે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી છે અને મુશ્કેલીમાં પડેલા લોકોની પડખે ઉભેલા જોવા મળ્યાં હતા. હજારો લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાવામાં આવ્યા છે. ઉપરાંત તેમના માટે ભોજન અને પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. 

મધ્ય પર પૂરનો ખતરો
પૂર્વ-મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 77.72 ટકા વરસાદ નોંધાયો છે. જો હજુ પણ વરસાદ ચાલુ રહેશે તો મધ્ય ગુજરાતમાં પૂર જેવો માહોલ સર્જાઇ શકે છે. થોડા સમય પહેલા પણ મધ્ય ગુજરાતને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો. જેમા મોટાભાગના વિસ્તારોમાં ભારે નુકસાની પહોંચી હતી. વાહન વ્યવહાર બંધ થઇ જવાના કારણે લોકો અટવાયા હતા. નદીઓના પાણી રોડ પર આવી જતા સ્થાનિકોમાં મગરોનો ભય પણ પ્રસર્યો હતો. રેસ્ક્યુ ટીમે કેટલાક મગરોને પકડીને સુરક્ષિત જગ્યાઓ પર છોડ્યાં હતા. તો હવે ફરી આ પ્રકારની સ્થાતિ ઉભી ન થાય તેવો ત્યાં રહેલા સ્થાનિકોમાં ભય છે. 

સૌરાષ્ટ્ર છેલ્લા 24 કલાકથી પાણીમાં
સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ડેમોમાં પાણી ઓવરફ્લો થયા છે. શુક્રવારે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં વધતા ઓછા અંશે મેઘમલ્હાર છવાયો હતો અને અડધાથી 6 ઇંચ સુધી વરસાદ પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટ શહેરમાં બપોરે 12 થી હજુ સુધી મેઘમહેર ચાલી રહી છે. ગઇકાલે ગોંડલ અને જસદણમાં પણ એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી , 2ના મોત 
અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના રાણીપ, નવરંપુરા, બોપલ, સી.જી રોડ, સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને પગલે પાણી ભરાયા હતા. શહેરના બોપલ વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થતા બે લોકોના દટાઇ જવાથી મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.